સાતમ આઠમનો જુગાર : 38 જગ્યા, 260 જુગારીયા અને 40.35 લાખ જપ્ત

Seventh Eighth Gambling: 38 sites, 260 gamblers and 40.35 lakh seized

Seventh Eighth Gambling: 38 sites, 260 gamblers and 40.35 lakh seized

સાતમ આઠમના પવિત્ર તહેવારે શહેરમાં(Surat) જુગારીઓ જુગાર રમતા હતા ત્યારે પોલીસે શહેરના અલગ અલગ 38 વિસ્તારમાં દરોડા પાડી 260 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે કુલ રૂપિયા 40,35,970 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

કાપોદ્રા પોલીસે વિહળ નગર સોસાયટી મકાન નંબર 28 ના પહેલા મળે જુગાર રમતા 6 જુગારીઓને ઝડપી પાડી 17320 તથા કાપોદ્રા ધરમનગર રોડ જલ ક્રાંતિ મેદાનની સામે નારાયણ નગર સોસાયટી આશીર્વાદ એપાર્ટમેન્ટમાં જુગાર રમતા નવ જુગારીઓને ઝડપી પાડી 70,850 કાપોદ્રા કારગિલ ચોક દાનગીગેવ સોસાયટીમાં ઘર નંબર એ 64 ની અંદર દરોડા પાડી કુલ આઠ જુગારીઓને ઝડપી પોલીસે 81,790 તથા કાપોદ્રા સ્નેહમુદ્રા સોસાયટી ખાતા નંબર 45 46 ના પહેલા માળેથી ચાર જુગારીઓને પકડી 10,310 તથા ખાતામાં દાદરમાં જુગાર રમતા છ જુગારીઓને પકડી 27,330, કાપોદ્રા ખોડીયાર નગર રોડ બજરંગ નગર સોસાયટી લક્ષ્મીનારાયણ એપાર્ટમેન્ટના સી 10 નંબરના મકાનમાં જુગાર રમતા છ જુગારીઓને પકડી પોલીસે 26,080 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

વરાછા પોલીસે વરાછા એસએમસી ટેનામેન્ટમાં જુગાર રમતા 11 જુગારીઓને ઝડપી પાડી 12,020 રૂપિયા, વરાછા ભગીરથ સોસાયટી વિભાગ એક મકાન નંબર 186 માં બીજા માળે ખુલ્લી ગેલેરીમાં જુગાર રમતા સાત જુગારીઓને ઝડપી પાડી 11,430, વરાછા ઈશ્વર નગર સોસાયટી ઘર નંબર 12 પાસે જાહેરમાં જુગાર રમતા 10 જુગારીઓને ઝડપી પાડી 25,960, વરાછા સંતોષ નગર સોસાયટી ખાતામાં જુગાર રમતા સાત જુગારીઓને પકડી 67,780, વરાછા વિવેકાનંદ સોસાયટી ઘર નંબર 310 માં જુગાર રમતા ચાર જુગારીઓને ઝડપી 12,440 જપ્ત કર્યા હતા.
પુણા પોલીસે માતૃશક્તિ સોસાયટીના ઘર નંબર 33 માં બીજા માળે જુગાર રમતા સાત જુગારીઓને ઝડપી 26,900, પુણાગામ શાશ્વત પ્લાઝા ની સામે રાધિકા પાર્ક સોસાયટીમાં પ્લોટ નંબર 20 માં ચોથા માળે જુગાર રમતા સાત જુગારીઓને ઝડપી 10,200 તથા પુણાગામ નંદનવન સોસાયટી ઘર નંબર 547 માં બીજા માળે જુગાર રમતા 8 જુગારીઓને ઝડપી પાડી 1.14 લાખ રૂપિયા જપ્ત કર્યા હતા. સારોલી પોલીસે સણીયા હેમાદ ગામ ઓમ એજન્સીમાં જુગાર રમતા આઠ જુગારીઓને ઝડપી પાડી 67,960, સણીયા હેમાદ ગામમાં ક્રિષ્ના પાર્ક સોસાયટી ઘર નંબર 14 માં જુગાર રમતા છ જુગારીઓને ઝડપી 24,500 જપ્ત કર્યા હતા.

સલાબતપુરા પોલીસે બેગમપુરા વાણીયા શેરી યુસુફ મંઝીલના પાર્કિંગમાં ખુલ્લામાંથી સાત જુગારીને ઝડપી 17,160, ગોડાદરા પોલીસે મહાદેવ નગર પ્લોટ નંબર 194 માં દરોડા પાડી છ જુગારીઓને ઝડપી પાડી 11,330, ડિંડોલી કરડવા રોડ પર શ્રીવિલા સોસાયટી સામે રાજદીપ સોસાયટી એપાર્ટમેન્ટમાં પોલીસે દરોડા પાડી 13 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. જેમાંથી 15,800, ડીંડોલી સી આર પાટીલ રોડ પર શ્રી હરિ નગર સોસાયટીમાં દરોડા પાડી નવ જુગારને ઝડપી 12,390 રૂપિયા જપ્ત કર્યા હતા. ચોક બજાર પોલીસે જિલાની બ્રિજના નાકે નાસીરનગર ઇરાની ટી સ્ટોલ ની પાસે આંકડાનો જુગાર રમાડતા એક જુગારીને ઝડપી તેની પાસેથી 10,400 જપ્ત કર્યા હતા.

કતારગામ ફુલપાડા ખડી મોહલ્લામાં જુગાર રમતા સાત જુગારીઓને ઝડપી 39,200, કતારગામ જીઆઇડીસી ખાતા નંબર 706 માં ઓફિસમાં જુગાર રમતા ૧૨ જુગારીઓને ઝડપી પોલીસે 2,62,300, સિંગણપુર ડભોલી ન્યુ ત્રિવેણી નગર સોસાયટીની પાસે શ્યામ શિવમ કોમ્પ્લેક્સમાં દુકાનમાં જુગાર રમતા 8 જુગારીઓને ઝડપી 32, 200 સિંગણપોર મહેતા નગરમાં પ્લોટ નંબર 121 માં જુગાર રમતા આઠ જુગારીઓને ઝડપી 35,290, સિંગણપોર વેદીહી ફાર્મ ના બનાવેલા શેડમાં જુગાર રમતા 7 જુગારીઓને ઝડપી 38,40, સિંગણપોર કેવડિયા ફાર્મના પાર્કિંગમાં જુગાર રમતા બે જુગારીઓને પકડી 10,200 તથા ખટોદરા ટેનામેન્ટ સર્કલ સીએનજી પેટ્રોલ પંપની ગલીમાં સાઈનાથ ઇન્ડસ્ટ્રીમાં જુગાર રમતા છ જુગારીઓને પકડી પોલીસને રૂપિયા 4,17,500 ની મટતા જપ્ત કરી હતી. પાંડેસરા બમરોલી ગામ નવી વસાહત માંથી પોલીસે બે જુગારીઓને ઝડપી 19,600 કર્યા હતા.

ઉતરાણમાં મારુતિનંદન સોસાયટીમાં પોલીસે દરોડા પાડી નવ જુગારીઓને ઝડપી તેમની પાસેથી પોલીસે 21,55,200 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જેમાં પોલીસે રોકડા રૂપિયા તથા નવ મોબાઇલ અને બે કાર તથા એક બાઈક પણ જમા લીધી હતી.

અમરોલી છાપરાભાઠા રોડ મધર ટેરેસામાં પાસે રોડ ઉપર જુગાર રમતા ત્રણ જુગારીઓને ઝડપી 10,210, અમરોલી શ્રીરામ નગર સોસાયટી માંથી પોલીસે સાત જુગારીઓને ઝડપી 10,640, અમરોલી છાપરાભાઠા ભગતનગર માં ખુલ્લા પ્લોટ માં રમતા છ જુગારીને ઝડપી 10,680, અમરોલી કોસાડ આવાસ એચ ફાઈવ બિલ્ડીંગમાં જુગાર રમતા આઠ જુગારીઓને ઝડપી 10,310, કોસાડ આવાસ બિલ્ડીંગ નંબર 360 ના ધાબા ઉપર જુગાર રમતા સાત જુગારીઓને ઝડપી 10,130, છાપરાભાઠા પટેલ પાર્ક સોસાયટીમાં જુગાર રમતા 8 જુગારીઓને પકડી 2,29,680, અમરોલી વ્હાઇટ સ્ટોન રેસીડેન્સી ઘર નં.યુ-૩૦૨ માંથી છ જુગારીઓને પકડી 55,340 તથા ઇચ્છાપોર પોલીસે ઈચ્છાપોર ગામ તળાવ મોહલ્લામાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા ત્રણ જુગારીને ઝડપી પાડી 13,720 રૂપિયા જપ્ત કરી ત્રણને વોન્ટેડ જાહેર કર્યા છે.
.

Please follow and like us: