Surat: ધાર્મિક અને અલ્પેશના કાર્યક્રમમાં ગેરહાજરી મુદ્દે કાનાણીની સ્પષ્ટતા: મારા વ્યક્તિગત સિદ્ધાંતોને કારણે કાર્યક્રમમાં ઉપસ્થિત ન્હોતોઃ કુમાર કાનાણી

ધાર્મિક અને અલ્પેશના કાર્યક્રમમાં ગેરહાજરી મુદ્દે કાનાણીની સ્પષ્ટતા: મારા વ્યક્તિગત સિદ્ધાંતોને કારણે કાર્યક્રમમાં ઉપસ્થિત ન્હોતોઃ કુમાર કાનાણી

ધાર્મિક અને અલ્પેશના કાર્યક્રમમાં ગેરહાજરી મુદ્દે કાનાણીની સ્પષ્ટતા: મારા વ્યક્તિગત સિદ્ધાંતોને કારણે કાર્યક્રમમાં ઉપસ્થિત ન્હોતોઃ કુમાર કાનાણી

રવિવારે યોજાયેલા કાર્યક્રમમાં કુનાર કાનાણીની ગેરહાજરીને પગલે ચર્ચા (પ્રતિનિધિ) સુરત, તા. 30 અનામત મુદ્દે રાજ્ય સરકાર સામે બંડ પોકારનાર પાટીદાર અનામત આંદોલન સમિતિના ધાર્મિક માલવિયા અને અલ્પેશ કથિરીયા હવે વિધિવત્ ભાજપમાં જોડાઈ ચુક્યા છે. આમ આદમી પાર્ટીની ટિકીટ પરથી વિધાનસભાની ચુંટણી લડ્યા બાદ આ બંને નેતાઓએ હાલમાં જ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની ઉપસ્થિતિમાં ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. જો કે, મીની બજાર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્ય કુમાર કાનાણીની ગેરહાજરીને પગલે તેમની નારાજગી અંગેની ચર્ચાઓ શરૂ થઈ હતી. અલબત્ત, આજરોજ કુમાર કાનાણીએ આ તમામ ચર્ચાઓ પર પૂર્ણવિરામ મુકતાં જણાવ્યું હતું કે, તેઓ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર છે અને ભાજપના નેતૃત્વ દ્વારા કરવામાં આવેલ નિર્ણય તેઓને શિરોમાન્ય છે.

આગામી લોકસભાની ચુંટણીને હવે ગણતરીનાં દિવસો બાકી છે ત્યારે હાલમાં જ પાટીદાર યુવા નેતા ધાર્મિક માલવિયા અને અલ્પેશ કથિરીયાએ આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડીને ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન સ્થાનિક ધારાસભ્ય કુમાર કાનાણીની સુચક ગેરહાજરીને પગલે વધુ એક વખત તેઓની નારાજગી અંગેની ચર્ચાએ જોર પકડ્યું હતું. છેલ્લા બે દિવસથી કુમાર કાનાણીની નારાજગીને મુદ્દે સમગ્ર વરાછામાં ભારે ચર્ચા વચ્ચે આજે કુમાર કાનાણી દ્વારા એક વીડિયો દ્વારા પોતે નારાજ ન હોવાની સ્પષ્ટતા કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, ભાજપ મોવડી મંડળ દ્વારા લેવામાં આવેલો નિર્ણય કાર્યકર તરીકે તેમને શિરોમાન્ય છે. પાર્ટીએ સમજી વિચારીને જ આ પ્રકારનો નિર્ણય લીધો હોય તેમ જણાવતાં તેઓએ વધુમાં કહ્યું હતું કે, કાર્યકર તરીકે તેઓમાં કોઈ નારાજગી નથી. જો કે, કાર્યક્રમમાં ગેરહાજર રહેવા અંગે તેમણે ચોખવટ કરી હતી કે, આ નિર્ણય તેમનો અંગત છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, વરાછાના મતદારોએ મારા પર જે વિશ્વાસ મુક્યો છે તે જાળવી રાખવાની મારી ફરજ છે. આપણે જે વિરોધ પક્ષ કે તેના નેતા વિશે જાહેરમાં બોલીએ છીએ તે લોકો યાદ રાખી છે અને બોલ્યા બાદ ફરી જવાનો મારો સ્વભાવ પણ નથી.

મારા હરીફ અંગેની મને કોઈ ચિંતા નથી
વિધાનસભાની ચુંટણીમાં કુમાર કાનાણી સામે આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ધાર્મિક માલવિયાને કારમો પરાજય મળ્યો હતો. જો કે, હવે ધાર્મિક માલવિયા ભાજપમાં જોડાઈ ગયા છે ત્યારે હવે વરાછામાં કુમાર કાનાણીના હરીફ તરીકે ધાર્મિક માલવિયાની ચર્ચાએ જોર પકડયું છે. જેને પગલે કુમાર કાનાણીએ જણાવ્યું હતું કે, મને મારા હરીફ અંગે કોઈ ચિંતા નથી. એક ભાજપનો કાર્યકર જો મારો હરીફ બને તો મને ખુશી થાય. આયાતી નેતાઓ અંગે પોતાની નારાજગી જણાવતાં તેઓએ કહ્યું હતું કે, મારો હરીફ હંમેશા ભાજપનો કાર્યકર હોવો જોઈએ. કોઈ પાર્ટી છોડીને ભાજપમાં જોડાવાથી કોઈનું હરીફ થવાતું નથી. 

Please follow and like us: