મહાદેવનું મંદિર ક્યાં છે પૂછીને આધેડને વાતોમાં ભોળવ્યા : 1.20 લાખની ચેઇન ઉતરાવી ટોળકી ફરાર
મોટા વરાછા શિવધારા ચોકડી અને તાપી (Tapi) કિનારે બાપા સીતારામની મઢી પાસે પેડર રોડ ઉપર ફોર વ્હીલ ગાડીમાં ફરતી ટોળકીએ બે આધેડને મહાદેવનું મંદિર ક્યાં છે હોવાને બહાને રસ્તામાં રોક્યા બાદ ગાડીમાં બેસેલા ગિરનારી નાગા બાવાના દર્શન કરવાને બહાને ગાડી બેસાડી માથામાં હાથ ફેરવી ગળામાં પહેરેલ રૂપિયા 1.20 લાખના મતાની સોનાની ચેઈન ઉતરાવી લઈને ફરાર થઈ ગયા હતા. ઉલ્લેજહાંનીય છે કે અગાઉ પણ એક ખેડૂતને આજ રીતે ટોળકીએ નિશાન બનાવ્યા હતા.
મોટા વરાછા શિવધારા રેસીડેન્સી વિભાગ વેદાંતા ખાતે રહેતા રમેશભાઈ પરસોત્તમભાઈ ધોરી (ઉ.વ.58) ગત તા 2 સપ્ટેમ્બરના રોજ સવારે સાડા આઠેક વાગ્યાના આરસામાં શિવધારા ચોકડી પાસે તેમની પાસે એક નંબર વગરની ફોર વ્હીલ ગાડી આવી હતી અને ગાડીના ડ્રાઈવરે તેમને મહાદેવનું મંદિર ક્યાં છે તેમ પુછ્તા રમેશભાઈએ નજીકમાં જ મહાદેવનું મંદિર આવ્યું છે હોવાનુ કહેતા ડ્રાઈવરે તેમને ગાડીમાં ગિરનારી નાગા બાવા બેસેલા છે તમારે દર્શન કરવા હોય તો કરી લો તેમ કહી તેમની પાસે ઉભા રહેલા નાગા બાવાએ તેમના માથા ઉપર હાથ ફેરવી રૂદ્રાશનો એક પારો હાથમાં આપતા તેઓએ મોબાઈલ અને ગળામાં પહેરેલ રૂપિયા 60 હજારની ચેઈન માંગતા કાઢી આપી દીધી હતી.
આ પહેલા ટોળકીઍ સાડા સાતેક વાગ્યાના આરસાં મોટા વરાછા તાપી કિનારા પાસે દામજી વશરામ ધામેલીયાને નિશાન બનાવ્યો હતો તેમને પણ મહાદેવનું મંદિર ક્યાં છે હોવાનુ પુછ્યા બાદ તેમની પાસેથી રૂપિયા 60 હજારની કિંમતની સોનાની ચેઈન ઉતરાવી લઈને નાસી ગયા હતા. આïમ ટોળકીઍ કુલ રૂપિયા 1.20 લાખના મતાની છેતરપિંડી કરી હતી. ઉત્રાણ પોલીસે રમેશભાઈની ફરિયાદને આધારે તપાસ હાથ ધરી છે.