રિંગરોડના કોલ સેન્ટર પર પોલીસના દરોડા : પોલીસે પઠાણ દંપતી સહીત 7 આરોપીઓની કરી ધરપકડ
શહેરના રિંગરોડ પર ટ્વેન્ટી ફસ્ટ સેન્ચુરી બિલ્ડિંગના ચોથા માળે આવેલી ઓફિસમાં પોલીસે(Police) બાતમીના આધારે દરોડા પાડી કોલ સેન્ટર ઝડપી પાડ્યું છે. પઠાણ દંપતી સહિત સાત આરોપીઅોની પોલીસે ધરપકડ કરી તેમની પાસેથી મોબાઈલ ફોન, રોકડ રકમ, કોમ્પ્યુટર સહિત કુલ રૂપિયા ૨.૫૫ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ટોળકી ગ્રાહકોને ડેટા એન્ટ્રીનું કામ આપ્યા બાદ કોન્ટ્રાકટ ભંગના નામે પોલીસ અને કોર્ટમાં કેસ કરવાની ધમકી આપી પૈસા પડાવતા હતા.
સલાબતપુરા પીઆઈ બી.આર.રબારી અને એસ.એ.શાહની સુચના અને માર્ગદર્શન હેઠળ સર્વલન્સ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે વખતે મળેલી બાતમીના આધારે રિંગરોડ ટ્વેન્ટી ફસ્ટ સેન્ચુરી બિલ્ડિંગમાં ચોથા માળે આવેલ દાનીશ સલીમ શાહની ઓફિસમાં દરોડો પાડ્યો હતો. જેમાં તપાસ દરમ્યાન દાનીશ શાહ તેની કંપનીના નામની આડમાં કોલ સેન્ટર ચલાવતો હોવાનુ બહાર આવ્યું હતું. પોલીસે દાનીશ સલીમ શાહ (રહે, શીવગીરી ઍપાર્ટમેન્ટ ચોકબજાર)ની સાથે અોફિસમાં કામ કરતા કામીલ મોહમદ રફીક શેખ (રહે, પાલ કોમ્પ્લેક્ષ મોમનાવાડ), અર્ષદ અલ્તાફ રફત (રહે,ભટીયારા મહોલ્લા ઝાંપબજાર), સાકીર આસીફખાન પઠાણ (રહે, ખાલાની ચાલીમાં ગુલઝર નગર ઉનગામ), ઈમરાન અબ્દુલ ગફાર મણીયાર (રહે, અંબર કોલોની હરીનગર ઉધના), સાહીલ સલીમ નારીયેલી (રહે, ધોબીશેરી પાલ કોમ્પ્લેક્ષની સામે મોમના વાડ) અને સાનીયા સાકીર આસીફખાન પઠાણ (રહે, ગુલઝર નગર ઉનગામ)ની ધરપકડ કરી હતી.
આરોપીઓની પુછપરછમાં તેઓ પોતાના આર્થિક લાભ માટે ગુગલ સર્ચમાંથી ક્યુઆર ડોટ કોમમાં પૈસા ભરી ગ્રાહકોના મોબાઈલ નંબર અને ઈ-મેઈલ આઈ.ડીની માહિતી મેળવતા હતા ત્યારબાદ ગ્રાહકોને વોટ્સઅપ દ્વારા સંર્પક કરી તેમને સમય મર્યાદામાં ડેટા ઍન્ટ્રીનું કામ કરવા અંગે વાતચીત વિશ્વાસમાં લેતા હતાï. ટોળકીઅ ગ્રાહકોને તેની કંપનીની વેબ પોર્ટલ લીન્ક મોકલી તેમાં રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ ડેટ એન્ટ્રીના કામમાં 80 થી 85 ઉપર આવેતો કંપની પૈસા ચુકવશે અને તેના નીચે આવે તો ગ્રાહકોએ કોન્ટ્રાકટ ભંગ થાય તો કંપનીને કોન્ટ્રાકટ 5880 ચુકવાના રહેશે તેવો કોન્ટ્રાકટ કરે છે ટોળકીઍ પહેલાથી સીસ્ટમમાં ગ્રાહકો કેટલુ પણ કામ કરે પરંતુ તેમનું કામ 85 ટકા કરતા નીચુ જ આવે છે. ત્યારબાદ ટોળકી ગ્રાહકોને કોન્ટ્રાકટ ભંગના નામે પોલીસ કેસ અને કોર્ટમાં કેસ કરવાની ધમકી આપી પૈસા પડાવે છે. પોલીસે ટોળકી પાસેથી મોબાઈલ નંગ-9, રોકડા 4250, કોમ્પ્યુટર સેટ, એટીએમ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, સહિત કુલ રૂપિયા ૨,૫૫,૪૫૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.