S.G.C.C.I દ્વારા સુરત પોલીસ અને ટ્રાફિક શાખાની અધ્યક્ષતામાં યોજાયો લોક સંવાદ કાર્યક્રમ

0

આજ રોજ “ધ સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી(S.G.C.C.I)” નાનપુરા સમૃધ્ધિ ભવન સુરત શહેર નાઓના સહયોગથી પોલીસ કમિશ્નર સુરત શહેર, સંયુકત પોલીસ કમિશ્નર ટ્રાફિક શાખા તથા નાયબ પોલીસ કમિશ્નર ટ્રાફિક શાખા સુરત શહેરનાઓની અધ્યક્ષતામાં સુરત શહેરની ટ્રાફિક સમસ્યા સબંધિત “ ઓપન ફોરમ” કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં સાયબર અવેરનેશ સંબધિત શોર્ટ ફિલ્મ ધ્વારા ફેસબુક, ઇન્સ્ટા, જેવા સોશ્યલ સાઇટ ધ્વારા કરવામાં આવતા ગુનાઓ અંગે અવેરનેશ કેળવવા પ્રયાસ કરવામાં આવ્યો અને સાયબર સંજીવનીમાં લોકોની સહભાગીદારીની અગત્યતા દર્શાવવામાં આવી. બાદ સુરત શહેરના લોકોમાં ડ્રગ્સની સામાજીક અસરો અને નાબુદી અંગે સમજ વિકસાવામાં આવી અને તે અંગે વિડીયો ક્લિપ ધ્વારા અવેરનેશ લાવવા પ્રાયાસ કરવામાં કરવામાં આવ્યો હતો. ઉપરાંત સુરત શહેરમાં અનાથ બાળકો, વેશ્યાવૃતિ જેવી યૌનશોષણ સબંધી અને હ્યુમન ટ્રાફિકિંગ સબંધીત સમસ્યાઓને નાથવા સુરત શહેર ખાતે મે,પોલીસ કમિશ્નરશ્રી ધ્વારા A.H.T.U. ની રચના કરી માનવ તસ્કરીના ગુનાઓ સુરત શહેરમાં અટકાવવની કામગીરી કરવામાં આવી રહેલ છે.

ત્યાર બાદ મે,પોલીસ કમિશ્નર સુરત શહેર નાઓ ધ્વારા સુરત શહેર પ્રજાજનો માટે રાખવામાં આવેલ S.G.C.C.I. ધ્વારા આયોજીત “પ્રજાભિમુખ સંવાદ” કાર્યક્રમમાં શહેરીજનો સાથે પ્રશ્નોત્તરી કરવામાં આવી જેમા ટ્રાફિક સબંધિત શહેરી જનોના પ્રશ્નો જેમ કે, કારગીલ ચોક સર્કલની રીડીઝાઇન કરવુ, પાંડેસરા પિયુષ પોઇન્ટ પોલીસ કોલોની પાસે થતા ટ્રાફિક જામ સમસ્યા દૂર કરવી, ઉધના બાટલી બોય સર્કલ ખાતેના ટ્રાફિક દૂર કરવા, સુરત શહેરમાં ફુટપાથ પરના દબાણૉ દૂર કરવા, ટ્રાફિક સિગ્નલો પ્રમાણે ચલાવવા, પ્રતિબંધિત સમયમાં સુરત શહેરમાં પ્રવેશ કરતા લકઝરી બસ કે ભારે વાહનો સબંધિત લોકોના પ્રશ્નો/સમસ્યાઓ પૂછવામાં આવતા  પોલીસ કમિશ્નર ટ્રાફિક શાખા જણાવવામાં આવ્યું હતું કે  લોકોની સમસ્યાઓ સંદર્ભેનું હકારાત્મક સમાધાન કરવામ આવ્યું  છે અને કેટલાક પ્રશ્નો સુરત મહાનગરપાલિકાના સંકલનમાં રહી આગામી સમયમાં તે દૂર કરવાની બાંહેધરી પણ આપવામાં આવેલ છે.

તેમજ સુરત શહેર ટ્રાફિક પોલીસ ધ્વારા આગામી જુન માસ સુધીમાં સુરત શહેરના તમામ મોટા જંકશન પોઇન્ટને આવરી લઈ મોટા ૨૭૬ ટ્રાફિક જંકશનો સિગ્નલો પ્રમાણે કાર્યરત કરવામાં આવનાર છે. તેમજ સુરત શહેર ટ્રાફિક પોલીસ ધ્વારા ૫૯૦ જેટલા બોડીવોર્ન કેમેરા, ૪ ઇન્ટરસેપ્ટર વાહનો, અને ૩૧ સ્પીડગનનો મહત્તમ ઉપયોગ કરી ટ્રાફિક સુચારૂ ચાલે તે રીતેના પ્રયત્નો કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં સુરત શહેરના તમામ ટ્રાફિક રીજીયન ઇન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશ્રર તથા S.G.C.C.I ના પ્રમુખ, ઉપપ્રમુખ, સભ્યો, સુરત શહેર હોટલ એશોસીયેશનના હોદ્દેદારશ્રીઓ, સભ્યો વિગેરે તેમજ અન્ય નામાંકિત વેપારી મંડળ અને તેના હોદ્દેદારો તથા અલગ અલગ એશોસીયેશનના હોદ્દેદારો અને સભ્યશ્રીઓ તેમજ આશરે ૨૫૦ થી ૩૦૦ જેટલી જન સંખ્યામાં સુરત શહેરના પ્રજાજનો હાજર રહ્યા હતા.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *