લાલગેટ વિસ્તારમાં યુવતીને ઘરમાં બંધક બનાવી 2.39 લાખની લૂંટ, લૂંટારૂ સીસીટીવીમા કેદ

0

શહેરના લાલગેટ વિસ્તારમાં આવેલ નાણાવટ પંડોળની પોળ બદામીની ખળકી ખાતે રહેતી યુવતી ગતરોજ ભરબપોરે ઘરમાં એકલી હતી ત્યારે બે લૂંટારાઓ અચાનક જ ઘરમાં ઘુસી આવ્યા હતા. તેઓએ યુવતીનું મોઢું દબાવી દઈ બંને હાથ પગ સેલો ટેપથી બાંધી દીધા હતા અને બાદમાં પૈસે ઓર દાગીના કહા હે કહી યુવતીને ઊંચકી બીજા રૂમમાં લઇ ગયા હતા. જ્યાં તેઓએ ખુલ્લા કબાટમાંથી રોકડા રૂપિયા ૪૫ હજાર તથા સોના ચાંદીના દાગીના અને મોબાઈલ મળી કુલ રૂપિયા 2.39 લાખની લૂંટ કરી ફરાર થઇ ગયા હતા. બનાવને પગલે લાલગેટ પોલીસે લૂંટનો ગુનો અખલ કરી તપાસ શરુ કરી છે.

બનાવની વિગત એવી છે કે મૂળ મહારાષ્ટ્રના બુલડાણાના શેગાગ ગામના વતની અને હાલ શહેરમાં લાલગેટ નાણાવટ પંડોળની પોળ બદામીની ખળકી બાગે રહેમત એપાર્ટમેન્ટમાં આફરીન અલીમબેગ અમીરબેગ મીર્ઝા ડોકટર મોહસીન મોહમંદ યુસુપ શેખ સાથે લવ એન્ડ રીલેશનશીપમાં રહે છે. ગઈકાલે બપોરે આફરીનબેન ઘરમાં સુતેલા હતા તે વખતે અઢી વાગ્યાના આરસામાં કોઈએ ઘરનો દરવાજા ખખડાવતા તેઓએ દરવાજા ખોલવાની સાથે જ બે અજાણ્યાઓ પૈકી એક યુવક મોઢા ઉપર રૂમાલ બાંધેલા અને પીળા કલરનું ટી શર્ટ અને બ્લુય કલરનુ જીન્સ પહેરેલ અને બીજાએ ગ્રે કલરનો ફોર્મલ કપડા અને માથામાં નમાજની સફેદ કલરની ટોપી પહેરી હતી. બંને જણા ઘરમાં ઘુસવાની સાથે જ આફરીનબેનનું મોઢુ દબાવી ઘરનો દરવાજા અંદરથી બંધ કરી દીધો હતો. બાદમાં જબરજસ્તીથી બીજા રૂમમાં બેડ ઉપર બેસાડી મોઢા અને હાથપગ સેલોટેપથી બાંધી દીધા હતા. અને પૈસે દાગીને કહા હૈ કહી ઉચકી બીજા રૂમમાં લઈ જઈ કબાટમાથી રોકડા 4500, મોબાઈલ અને અલગ અલગ દાગીના મળી કુલ રૂપિયા 2,39,500લૂંટ કરી હતી.

લૂંટારૂઓએ આફરીનબેનને ઢીકમુક્કીનો મારમાર્યો લૂંટારૂઓએ જતા જતા પોલીસ કમલેન કરશે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી ઘરનો દરવાજા બહારથી બંધ કરી ભાગી ગયા હતા.આફરીનબેન ટેબલ પર પડેલ છરીથી સેલોટેપ કાપી નાંખી બારી પાસે ગઈ હતી. આ દરમિયાન ઘરની નીચે રમતા બાળકોએ જોઈ એપાર્ટમેન્ટમાં રહેતા મહિલાઓને બોલાવી ઘરનો દરવાજો ખોલી મોઢા પર બાધેલ સેલોટેપ કાઢી હતી. આફરીનબેને બનાવ અંગે તેના પ્રેમી મોહશીન મોહમંદ યુસુફ શેખને ફોન કરી બોલાતા તેઓ ઘરે દોડી આવ્યા બાદ તેમની સાથે ફરિયાદ નોધાવી હતી.આ ઘટનામાં બંને આરોપીઓ સીસીટીવી મા કેદ થઈ જતાં પોલીસે સીસીટીવી વિડિયો ને આધારે આરોપીની શોધખોળ હાથ ધરી છે.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *