બિગ બેશ સ્પોર્ટ્સ લીગ દ્વારા આયોજિત સુરત T-20 કપ ક્રિકેટ ટુર્નામેન્ટની ગ્રાન્ડ ઓપનિંગ,દસ ટીમો વચ્ચે જામશે જંગ

0

સુરત T-20 કપ ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન-1ની સફળતા બાદ, બિગ બેશ સ્પોર્ટ્સ લીગ કંપનીના સ્થાપક શિતલ અને મેહુલ પીઠાવલ્લા હવે ધમાકેદાર રીતે પાછા ફર્યા છે – અને સુરત T-20 કપ ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન-2નું આયોજન કરી કર્યું છે. જેની ગ્રાન્ડ ઓપનિંગ સેરેમની તારીખ 12 એપ્રિલ ના રોજ યોજાઈ હતી. આ ક્રિકેટ ટુર્નામેન્ટમા સાત ડાયમંડ ટીમો, અને ત્રણ બિલ્ડર્સ ટીમોએ ભાગ લીધો છે.એન બિગ બેશ સ્પોર્ટ્સ લીગ કંપની દ્વારા આયોજિત 10 ટીમો વચ્ચે રોમાંચક ક્રિકેટ જંગ થશે.અને ચેમ્પિયન ટીમને 4 લાખ રૂપિયાનું રોકડ ઇનામ અને હીરા જડેલી ટ્રોફી મળશે.

બિગ બેશ સ્પોર્ટ્સ લીગ કંપની દ્વારા 21મી માર્ચે અવધ ઉથોપિયા ખાતે ટીમોની હરાજી કરવામાં આવી હતી. શહેરના જાણીતા ઉદ્યોગપતિઓએ ટીમના માલિકી હક્કો ખરીદ્યા અને 15-15 ખેલાડીઓની દરેક ટીમની માલિકી મેળવી. 24 મેચોની આ ટુર્નામેન્ટમાં કુલ 10 ટીમો અને 150 પ્રતિભાશાળી ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. 12મી એપ્રિલે NK ગ્રાઉન્ડ ખાતે સાંજે 5:00 વાગ્યે મેગા ટ્રોફીના લોન્ચિંગ કરવામાં આવી હતી. આ ઓપનિંગ સેરેમની મા જ્યાં સુરત શહેરના મેયર હેમાળીબેન બોધવાલા સહિત ઉદ્યોગપતિ હાજર રહ્યા હતા.

મેહુલ એ પીઠાવાલા અને શિતલ એમ પીઠાવાલાએ સુરતમાં નવા સ્પોર્ટ્સ કલ્ચરની શરૂઆત કરવા બિગ બેશ સ્પોર્ટ્સ લીગ કંપનીની સ્થાપના કરી છે. તેઓ સ્પોર્ટ્સ સિટીમાં કોર્પોરેટ કલ્ચરને ચલાવવા માટે 30+ વર્ષની વય ધરાવતા ઉદ્યોગસાહસિકોને એક પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યા છે. ગયા વર્ષની સિઝન 1 મેગા હિટ ઈવેન્ટ હતી જે SRK ડાયમંડના માલિક બિઝનેસમેન જયંતિભાઈ નારોલાએ જીતી હતી.

સુરત T20 સીઝન 2 સાથે સંકળાયેલ બ્રાન્ડ્સ: 

મીડિયા પાર્ટનર – Imagine Surat

શીર્ષક પ્રાયોજક – Casx

રિફ્રેશમેન્ટ પાર્ટનર – Deck9

ડેન્ટલ પાર્ટનર – Dental Signature

સ્ટાર્ટઅપ પાર્ટનર- IVY Growth

બેવરેજીસ પાર્ટનર – Sleepy Owl

ટેકનોલોજી પાર્ટનર – Str8bat

સહાયક ભાગીદાર – SDA

મેગેઝિન પાર્ટનર – HF

ગિફ્ટિંગ પાર્ટનર – Glowlogica

કૂલિંગ પાર્ટનર – Vanco

મેડિકલ પાર્ટનર- Sunshine Global Hospitals

સહાયક ભાગીદાર- Triyom Palace

રેડિયો પાર્ટનર- RedFM

ચાઈ પાર્ટનર – TEAOX

 

ટીમોના નામ -:

જયંતિભાઈ નારોલા – SRKIANS

સન્ની ગજેરા – L.D.LIONS

સિદ્ધાંત શાહ – K.G. Blue

નાગજી સાકરિયા – HVK SULTAN

સુરેશ ગોંડલિયા – Triyom Challengers

ઋષિક પટેલ – CASX Indians

મોહિત કમલેશભાઈ શાહ – SVK TITANS

રવિ દેસાઈ – DHIYAAN CRICKET TEAM

તરુણ શાહ – STALWART SPARTANS

જયરાજસિંહ નિલેશસિંહ અટોદરિયા – WOLVES

 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *