નગર પ્રાથમિક શાળા સમિતિની સામાન્ય સભામાં ખરીદીમાં ગેરરીતિ થઈ હોવાનો આક્ષેપ,વિપક્ષે હૅન્ડવૉશના કેરબા શાસક પક્ષ સામે મૂકતા હોબાળો

0

નગર પ્રાથમિક શાળા સમિતિની સામાન્ય સભામાં ખરીદીમાં ગેરરીતિ થઈ હોવાનો આક્ષેપ

સમિતિ બોર્ડમાં વિપક્ષી સભ્ય રાકેશ હિરપરાએ શાસકો સામે ઉઠાવેલા સવાલ

આજરોજ સવારે ૧૧ વાગ્યે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભા અધ્યક્ષ ધનેશ શાહના અધ્યક્ષ સ્થાને મળી હતી. આજની સામાન્ય સભામાં વિપક્ષી સભ્ય રાકેશ હીરપરાએ કેટલાક ખરીદી સંદર્ભે પ્રશ્નો ઉઠાવ્યા હતા. આજની સામાન્ય સભામાં આંગણવાડી માટે ડિજીટલ વજનકાંટા, હાઈટ સ્કેલ ખરીદીનું કામ, કોમ્પ્યુટર સોફ્ટવેર ડેવલપમેન્ટ માટે મિનલ વિમલ જરીવાળાનો કરાર રિન્યુ કરવાનું કામ, સહિતના કામો રજૂ કરવામાં આવ્યા હતા.

શિક્ષણ સમિતિની આજની સામાન્ય સભામાં આપના સભ્ય રાકેશ હીરપરાએ મોડેલ શાળામાં થયેલા ભ્રષ્ટાચાર સંદર્ભે ગેરરીતિ આચરનારા વિરુદ્ધ પગલા ભરવા રજૂઆત કરી હતી. તેમજ વાર્તા કૌભાંડની જેમ ડિજીટલ કાંટા અને હાઈટ સ્કેલ ખરીદવાનું કૌભાંડ આચરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. વધુમાં શિક્ષકોની ઘટ સંદર્ભે વિપક્ષી સભ્ય રાકેશ હીરપરાએ ફરીથી સામાન્ય સભામાં પ્રશ્ન ઉઠાવ્યો હતો.આ ઉપરાંત ઉનાળામાં રમત ઉત્સવ ઉજવાનો પણ વિરોધ કરતા તેઓએ જણાવ્યું હતું કે વિધાનસભા ચૂંટણી ની ને લઈ રમત ઉત્સવ નહીં કરી શક્યા તે માટે ઉનાળામા શાસક પક્ષ રમત ઉત્સવ યોજી રહ્યા છે.

સામાન્ય સભામાં વિપક્ષ દ્વારા હૅન્ડવૉશના કેરબા લઈ શાસક પક્ષ સામે મુક્યા અને શાળા માં વિદ્યાર્થી ઓ ને અપાતા હેન્ડવોશ લીકવીડ ઓછા પ્રમાણ માં આપી ભ્રષ્ટાચાર કર્યાનો આરોપ મૂક્યો હતો જેને લઇ સામાન્ય સભામાં હંગામો મચો ગયો હતો.આજની સામાન્ય સભાના એજન્ડા ઉ૫૨ રજૂ થયેલા કામોને શાસકપક્ષ દ્વારા મંજૂર કરવામાં આવ્યા હતા.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *