કાપોદ્રામા ઘમઘમતા જુગાર ધામ પર ગુજરાત રાજ્ય સ્ટેટ મોનિટરીંગ સેલના દરોડા: 22 લાખના મુદ્દામાલ સાથે 38 જુગારી ઝડપાયા,18 વોન્ટેડ
સુરત શહેરના કાપોદ્રા પોલીસ મથકની હદમાં ધમધમતા મસ્ત મોટા જુગારધામ પર ગુજરાત રાજ્ય સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા દરોડા પાડી કાર્યવાહી કરવામાં આવી હતી.આ જુગારધામ માંથી પોલીસે 38 જુગારીઓને ઝડપી પાડી 18 લોકોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. આ સાથે અહીથી રૂપિયા 22,32,650 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
મળતી માહિતી મુજબ ગુજરાત રાજ્ય સ્ટેટ મોનિટરીંગ સેલના પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાય ,તથા નાયબ પોલીસ અધિક્ષક કે.ટી.કામરીયના માર્ગદર્શન હેથળ પી.આઇ આર.એસ.પટેલ દ્વાર સુરત શહેરના કાપોદ્રા પોલીસ મથકની હદમાં ધમધમતા જુગારધામ પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી.સુરતના કાપોદ્રા પોલીસ મથકની હદમાં આવેલા નાના વરાછા તાપી નદીના કિનારે ખાડી ફળિયા પાસે જુગાર ધામ ચાલી રહ્યું હોવાની મળેલી બાતમીને આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી.જેને પગલે અહી અફરાતફરી મચી ગઇ હતી.આ જુગારધામ માંથી પોલીસે 38 જુગારીઓને ઝડપી પાડીસ્થળ પરથી ૭.૪૮ લાખની રોકડ, 38 મોબાઈલ,બે કાર, 11 ટુવિલર એક રીક્ષા તેમજ જુગાર રમાડવાના સાધનો જેવા કે પાથરણા, ચેર, પ્લાસ્ટિક ટુલ, પ્લાસ્ટિક ટેબલ વગેરે મળી કુલ 22.32 લાખનો મુદ્દા માલ કબજે કરવામાંઆવ્યો હતો..તો પોલીસે જુગારધામ ચલાવતા ઇસમો મળી કુલ 18 મુખ્ય આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે.
કાપોદ્રા પોલીસની હદમાં ચાલતા આ મસમોટા જુગારધામ પર ગુજરાત રાજ્ય સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા દરોડાની કાર્યવાહી કરતા સ્થાનિક પોલીસની કાર્ય પ્રણાલી સામે અનેક સવાલો ઉભા થયા છે.શું જુગારધામ કાપોદ્રા પોલીસ તથા ઉચ્ચ શાખાઓની રહેમ નજર હેઠળ ધમધમી રહ્યું હતું? શા માટે પોલીસ દ્વારા આ પ્રકારની પ્રવૃત્તિ પર કાર્યવાહક કરવામાં નથી તેવા અનેક સવાલ પોલીસ સામે ઉઠી રહ્યા છે.