સૌરાષ્ટવાસી પરિવારની ત્રણ વર્ષની બાળકી વગર કોચિંગ ક્લાસે બોલે છે સડસડાટ અંગેજી.

0

સુરતના સૌરાષ્ટ વાસી પરિવાર કે જ્યાં કોઈને નથી આવડતી અંગ્રેજી પણ સાડા ત્રણ વર્ષની બાળકી કરે છે સડસડાટ અંગ્રેજીમા વાત

આજના સમયમાં દરેક માતા-પિતા પોતાનું સડસડાટ અંગ્રેજી બોલે તે માટે પ્રયાસ કરતા હોય છે. જેની માટે સારા કોચિંગ ક્લાસ કે પછી અંગ્રેજી માધ્યમની શાળામાં બાળકનો અભ્યાસ કરાવે છે. પણ સુરતમાં એક એવું બાળકી જોવા મળ્યું કે જેના પરિવારમાંથી કોઈ પણ ઇંગલિશ બોલતું નથી અને બાળકી પણ માત્ર ત્રણ વર્ષની છે.જેથી તેનો અભ્યાસ પણ હજી શરૂ નથી થતી. પરંતુ અંગ્રેજી લહેકામાં વાત કરતી સાડા ત્રણ વર્ષની બાળકીની વાતો સાંભળી સૌ કોઈ ચકિત થઈ ગયા છે.સુરતમા રહેતા સૌરાષ્ટ્રવાસી રત્નકલાકારની બાળકી ઘરના સભ્યો સાથે ગુજરાતીમાં નહિ પણ ફાંકડુ અંગ્રેજી બોલી રહી છે.

મૂળ સૌરાષ્ટ્રના અને સુરતના અમરોલી છાપરા ભાઠા ખાતે રહેતા તેમજ હિરાના કારખાનામાં રત્નકલાકાર તરીકે કામ કરતાં પરેશ જેન્તીલાલ સંઘાણી જણાવે છે કે તેમની સાડા ત્રણ વર્ષની પુત્રી શ્રીશા બોલતી થઈ ત્યારથી સ્કુલ કે ટયુશન કલાસમાં અભ્યાસ વિના અંગ્રેજીમા બોલી રહી છે.જેને તેઓ ઇશ્વરનો ચમત્કાર માની રહ્યા છે.તેઓ જણાવે છે કે તેમના ઘરના દરેક સભ્ય સૌરાષ્ટ્રની તળપદી ભાષા બોલે છે.તેમજ તેમની પત્ની નેન્સી પણ અંગ્રેજી ભાષા સારી રીતે જાણતા નથી. ત્યારે તેમની બાળકી ત્રિશા અંગ્રેજી બોલતી હોય તેમને ઘણી વાર મુશ્કેલી અનુભવી રહ્યા છે.

ત્રિશાના પિતા પરેશભાઈ એ ધોરણ આઠ સુધી અભ્યાસ કર્યો છે જ્યારે તેમની માતા નેન્સી બહેન ઘો. 12 સુધી અભ્યાસ કર્યો છે. તેમના લગ્નના સાડા ત્રણ વર્ષ બાદ શ્રીશાનો જન્મ થયો અને જેમ જેમ તેમ મોટી થઈ અને બોલતી થઈ ત્યારે શ્રીશા દાદા દાદી, મમ્મી પપ્પા, દરેક તેને કાઠીયાવાડી ભાષા આવડે તે માટે શીખવાનો પ્રયત્ન કરતા હતા.પરંતુ શ્રીશા બોલવાની શરૂઆતથી જ અંગ્રેજી ભાષા બોલવાનું શરૂ કરી દીધું હતું.પહેલા તો તે YES,NO, OK, BYE જેવા શબ્દોનો ઉપયોગ કરતી હતી. ત્યારે તેના આ શબ્દો સાંભળીને ઘરના સભ્યોને નવાઈ લાગતી પરંતુ જ્યારે તે ત્રણ વર્ષની થઈ ગઈ ત્યારે કડ કડાટ અંગ્રેજી બોલવા લાગી. અને એ પણ વિદેશી લેહ કામ જે સાંભળીને તેના પરિવારના સભ્યો સહિત સોસાયટી અને સમાજના દરેક વ્યક્તિ અચંબિત થઈ ઉઠ્યા છે.

મહત્વનું છે કે સાડા ત્રણ વર્ષની બાળકી ત્રિશા કયારેય સ્કુલ કે ટયુશને ગઇ નથી, અને ઘરમાં માતા કે પિતાને અંગ્રેજી ભાષાનું કોઇ જાણકારી પણ નથી. છતાં તે સટાસટ અંગ્રેજી લેગ્વેજના શબ્દો બોલી રહી છે. જેથી સંઘાણી પરિવારની આજુબાજુ રહેતા પાડોશીઓ અને સગાંસબંધીઓ ત્રિશાનું અંગ્રેજી ભાષા બોલવું એ વાતને પુર્નજન્મ પણ હોય શકે એવી પણ વાત કરી રહ્યા છે.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *