Surat: ડીજીવીસીએલ તરફથી મળેલું બિલ જોઇ હીરા દલાલને લાગ્યો 440 વોલ્ટનો ઝટકો
ડીજીવીસીએલના કર્મીઓની ગંભીર બેદરકારી: હીરા દલાલને આપ્યું રૂપિયા 2,79, 637નું મસમોટું બીલ
સુરતમા ડીજીવીસીએલના કર્મીઓની ભૂલ ને કારણે એક હીરા દલાલ ડીપ્રેશનમાં આવી ગયા હતા. દર મહિને આ હીરા દલાલ ને ત્યાં સરેરાશ બે થી ત્રણ હજાર રૂપિયા જેટલું બિલ આવતું હતું પરંતુ આ વખતે ડીજીવીસીએલ દ્વારા હીરા દલાલને બે લાખ ૭૯ હજાર ૬૩૭ રૂપિયાનું વીજ બીલ મોકલતા હીરા દલાલ ચિંતામાં આવી ગયા હતા.એટલું જ નહી આ અંગે રજૂઆત કરવા જતા બીલ તો તમારે ભરવું જ પડશે તેવો જવાબ મળ્યો હતો.જો કે આખરે ડીજીવીસીએલને પોતાની ભૂલ સુધારી તેમને બીલ મોકલતા હીરા દલાલે હાશકારો લીધો હતો.
સુરતના અડાજણ વિસ્તારમાં આવેલ દીપા કોમ્પ્લેક્સમાં રહેતા જીતેશ ભાઈ ફૂફાણી હીરા દલાલ તરીકે કામ કરે છે. અને ૨૮ માર્ચના રોજ તેઓના ઘરનું લાઈટ બીલ આવ્યું હતું. જે જોઈ તેઓ ચોકી ઉઠ્યા હતા.કારણે જ્યાં દર મહિને તેમના ઘરનું ઇલેક્ટ્રિસિટી બિલ બે થી ત્રણ હજાર આવતું હતું ત્યાં આ વખતે ડીજીવીસીએલ દ્વારા તેમને 2,79, 637 રૂપિયાનું બિલ આપવામાં આવ્યું હતું. લાખો રૂપિયાની રકમ ભરપાઈ કરવાનું બિલ જોઈ તેવો ચિંતામાં મુકાયેલા હતા અને આ અંગે હેલ્પલાઈન નબરમાં ફોન કરી ફરિયાદ કરતા વીજ બીલ તો તમારે ભરવું જ પડશે તેમ જણાવવામાં આવતા તેઓ ડિપ્રેશનમાં આવી ગયા હતા. પરંતુ બાદમાં અંગે અધિકારીઓને જાણ થતા તેઓએ પોતાની ભૂલ સુધારી આખરે રૂપિયા ૨૧૬૪નું નવું બિલ મોકલ્યું હતું.
આટલું મોટું લાઇટ બિલ આવવ પાછળ કર્મચારી દ્વારા રીડીંગ ટાઈપીંગ મિસ્ટેક થઇ હતી .અને મસમોટું બીલ હીરા દલાલને આપી દીધું હતું. આ અંગે તપાસ કરીને ભૂલ સુધારી નવું બીલ હીરા દલાલને આપવામાં આવ્યું હતું.