Surat:ખેલૈયાઓને લાગ્યું દેશભક્તિનુ ઘેલું,આર્મી થીમ પર તૈયાર કર્યા પારંપરિક પોશાક

0

આ વર્ષે નવરાત્રિની ઉજવણી ધામધૂમથી થઇ રહી છે. ગણેશોત્સવ બાદ હવે નવરાત્રીનો પર્વ આવી ગયો છે.. જે યુવાહૈયાઓનો મનગમતો તહેવાર છે. આ વખતે જોગાનુજોગ ત્રીજા નોરતે એટલે કે 29 સપ્ટેમ્બરના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતની મુલાકાતે આવી રહ્યા છે. 2017 બાદ પીએમ મોદી જયારે સુરત નવરાત્રીમાં આવી રહ્યા છે, ત્યારે તેમના આગમન પ્રસંગે સુરતના ખેલૈયાઓએ ખાસ ટ્રેડિશનલ ડ્રેસીસ તૈયાર કર્યા છે.

નવરાત્રિના શોખીન સુરતના ખેલૈયાઓએ આ વખતે નવરાત્રી પહેલા જ બીફોર નવરાત્રીમાં ગરબાની મોજ બોલાવી દીધી છે ત્યારે સુરતમાં આયોજિત બિફોર નવરાત્રિમાં આ વખતે ટ્રેડિશનલ ડ્રેસમાં ખેલૈયાઓએ દેશભક્તિની ઝલક બતાવે છે, ખેલૈયા આવે પોતાનો ટ્રેડિશનલ ડ્રેસ આર્મી થીમ પર બનાવતા અને તેને પહેરીને ગરબા રમતા સૌ કોઈમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા

સામાન્ય રીતે ખેલૈયાઓના પારંપરિત ડ્રેસમાં વિવિધ રંગો આભલા ટિક્કી લેસ જોવા મળતી હોય છે પરંતુ સુરતના એક ડિઝાઇનરે ખેલૈયાઓની ઈચ્છા અનુસાર તેઓએ આર્મી થીમ પર અને પીએમ મોદીની થીમ પર ટ્રેડિશનલ ડ્રેસ તૈયાર કર્યો છે. એટલું જ નહીં પરંતુ આર્મીના આ ટ્રેડિશનલ ડ્રેસમાં ભારત દેશના નકશા ની પ્રતિકૃતિ પણ તૈયાર કરવામાં આવી છે તેમજ કેડિયાને પણ તિરંગા ત્રણ રંગો થી સજાવવામાં આવ્યા છે.સુરતના ડિઝાઇનર રીટાબેન નાગર દ્વારા આર્મી અને પીએમ મોદીના ચહેરાની થીમ પર દેશભક્તિને કેન્દ્રસ્થાને રાખીને બે ડ્રેસીસ તૈયાર કરવામાં આવ્યા છે, જે એટલા જ આકર્ષક પણ છે.

આ સાથે અન્ય એક ડ્રેસ પીએમ મોદી પર બનાવવામાં આવ્યો છે. જ્યાં અેમરોડરી વર્ક પર પીએમ નરેન્દ્ર મોદીના સાફા વાળો ફોટો બનાવવામાં આવ્યો છે અને કેસરી સફેદ લીલા રંગથી ચણિયાચોળી તૈયાર કરવામાં આવે છે જે પણ ખૂબ જ આકર્ષક લાગે છે.

 

નરેન્દ્ર મોદી અને આર્મી ની થીમ પર તૈયાર કરવામાં આવેલા આ પરંપરાગત પોશાક પહેરીને ખેલૈયાઓ મન મૂકીને બિફોર નવરાત્રીમાં ગરબે ઘુમ્યા હતા અને સૌ કોઈ તેમના ગરબા ની સાથે સાથે તેમના ડ્રેસના પણ દીવાના બન્યા હતા. તેઓ ઈચ્છે છે કે નવરાત્રીમાં આ પારંપરિક ડ્રેસ થકી તેઓ જે દેશભક્તિનો સંદેશ આપવા માંગે છે તે પીએમ સુધી પણ પહોંચે

સોમવારથી નવરાત્રીનો પ્રારંભ થઇ ગયો છે. સાથે જ આ 29 સપ્ટેમ્બરના દિવસે પીએમ મોદી પણ સુરતના મહેમાન બની રહ્યા છે. ત્યારે સુરતમાં પણ આ બંને સંયોગો ભેગા થતા ખેલૈયાઓમાં ઉત્સાહ સાતમા આસમાને જોવા મળી રહ્યો છે. ઉત્સાહ એટલો છે કે પીએમ મોદીના સ્વાગતમાં તેમના દ્વારા ખાસ ટ્રેડિશનલ ડ્રેસ પણ તૈયાર કરવામાં આવ્યા છે.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *