163 કરોડના ખર્ચે સુરત એરપોર્ટનું નવું ટર્મિનલ બિલ્ડીંગ તૈયાર

New terminal building of Surat airport ready at a cost of 163 crores

New terminal building of Surat airport ready at a cost of 163 crores

સુરતમાં(Surat) ડાયમંડબુર્સ તૈયાર છે અને વડાપ્રધાન મોદી 17મી ડિસેમ્બરે તેનું ઉદ્ઘાટન કરવાના છે. સુરત એરપોર્ટને પણ નવું ટર્મિનલ મળશે અને તેને આંતરરાષ્ટ્રીય દરજ્જો મળવાની પણ શકયતા છે. દરમિયાન સુરત એરપોર્ટ પર 163 કરોડના ખર્ચે નવું ટર્મિનલ બિલ્ડીંગ તૈયાર છે.

સરકારે 2022માં સુરત એરપોર્ટના પુનઃવિકાસ માટે રૂ. 353 કરોડ મંજૂર કર્યા છે, જેમાંથી રૂ. 163 કરોડ નવા ટર્મિનલ બિલ્ડીંગના નિર્માણ અને હાલના ટર્મિનલ બિલ્ડિંગના બંને બાજુના વિસ્તરણ માટે છે. સુરત ડાયમંડ બુર્સના ઉદ્ઘાટન સમારોહના દિવસે 17 ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એરપોર્ટના નવનિર્મિત ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરે તેવી પ્રબળ શક્યતા છે.

સુરત એરપોર્ટના ટર્મિનલના વિસ્તરણથી મુસાફરોની ક્ષમતા વર્તમાન 17.5 લાખથી વધીને 26 લાખ થશે. ટર્મિનલ બિલ્ડિંગનું કામ 100 ટકા પૂર્ણ થઈ ગયું છે. જાન્યુઆરી 2019 માં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટર્મિનલ બિલ્ડિંગ વિસ્તરણ, એપ્રોન અને સમાંતર ટેક્સી ટ્રેક સહિત રૂ. 353 કરોડના પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. આ કામો પૈકી ટર્મિનલ બિલ્ડીંગ એકમાત્ર કામ છે જે સંપૂર્ણ રીતે પૂર્ણ થયું છે. આ ઉપરાંત 72 કરોડના ખર્ચે નવા એરપોર્ટ એપ્રોનનું કામ હાલમાં ચાલી રહ્યું છે.

સુરત એરપોર્ટ પર રૂ. 353 કરોડના ચાલી રહેલા વિકાસ કામને સુરત ડાયમંડ બુર્સના લોકાર્પણ પહેલા પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં ઓથોરિટીને કામમાં ઝડપ લાવવા માટે કહેવામાં આવ્યું છે. સુરત એરપોર્ટ પર ઈન્ટરનેશનલ લેવલની સુવિધા આપવા માટે ફ્લાઈટ્સની સંખ્યામાં વધારો કરવા માટે એરોબ્રિજની સંખ્યામાં પણ વધારો કરવામાં આવી રહ્યો છે. 5 નવા એરોબ્રિજમાંથી 4 એરપોર્ટ પર સ્થાપિત કરવામાં આવ્યા છે.

અન્ય એક ટ્વીટમાં, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ જણાવ્યું હતું કે સુરત એરપોર્ટનું હયાત ટર્મિનલ બિલ્ડીંગ અપગ્રેડ થયા બાદ 4-સ્ટાર કમ્પ્લાયન્ટ હશે. તે પીક અવર્સ દરમિયાન 1800 મુસાફરોને હેન્ડલ કરી શકશે. તેમાં 20 ચેક-ઈન કાઉન્ટર, 5 એરોબ્રિજ, 13 ઈમિગ્રેશન કાઉન્ટર અને 5 બેગેજ કેરોસેલ્સની આધુનિક સુવિધાઓ હશે. નિર્માણાધીન ટર્મિનલ બિલ્ડીંગ ટૂંક સમયમાં મુસાફરોને સરળ, આરામદાયક અને મુશ્કેલીમુક્ત મુસાફરીમાં મદદ કરશે.

Please follow and like us: