સુરતમા ભોલેનાથ માટે અનોખી ભક્તિ: સૌથી નાના શિવ ભક્તે માથા પર “ૐ”ની ડિઝાઈન બનાવી

0

આજે મહાશિવરાત્રીનો પર્વ છે અને દેશભરના શિવાલયો શિવના નાદ થી ગુંજી ઉઠ્યા છે આ શુભ દિવસે ભક્તો ભોલેનાથને પ્રસન્ન કરવા માટે ઉપવાસ રાખે છે તેમજ સાચી શ્રદ્ધા અને શાંત ચિત્તે ભગવાન શંકરની પૂજા અર્ચના કરે છે. ત્યારે મહાશિવરાત્રીના આ પર્વ પર સુરતમાં ભગવાન ભોલેનાથ નો સૌથી નાનો અને અનોખો ભક્ત જોવા મળ્યો. જેની ઉંમર ફક્ત ચાર વર્ષ છે પણ તે હંમેશા શિવ ભક્તિ કરે છે એટલું જ નહીં પરંતુ મહાશિવરાત્રીનો પર્વ હોય તેણે પોતાના માથા પર ઓમ ની ડિઝાઇન કરાવી સૌને ચકિત કરી દીધા છે.

સુરતમાં શિવરાત્રીના આ શુભ અવસર પર એક નાના બાળકે પોતાના વાળમાં ‘ઓમ’ બનાવીને શિવ ભક્તિ દર્શાવી છે. માત્ર ચાર વર્ષનો કબીર મોજીલાએ તેના પિતા ધર્મેશ મોજીલાને કહ્યું કે આ વખતે શિવરાત્રી પર માટે માથા મા ૐની ડીઝાઈન કરાવવવી છે. ત્યારે તેના પિતા તેને સલૂનમાં લઈ ગયા અને તેના વાળમાં ઓમ બનાવ્યું હતું.


પોતાના કાલા ઘેલા અવાજમાં કબીર કહે છે કે તેને મહાદેવ ખૂબ જ પસંદ કરે છે. તે આખું વર્ષ મહાદેવની પૂજા કરે છે. શિવાલયમાં પણ જાય છે અને તેને પાણી અને દૂધ પણ ચડાવે છે. પણ આ શિવરાત્રીએ તેને થયું કે મારે માથા પર ઓમ ડિઝાઇન કરાવી છે. અને આ વાત પિતાને કરતા પિતાએ પણ પૂત્રની અનોખી ભક્તિની ઈચ્છા પૂર્ણ કરી છે.

કબીર ના પિતા ધર્મેશ મોજીલા જણાવે છે કે કબીર હાલ ફક્ત ચાર વર્ષનો છે અને તે મહાદેવનો ભક્ત છે. તે હંમેશા શિવાલયમાં જાય છે મહાદેવની પૂજા અર્ચના કરે છે. અને ધર્મેશ મોજીલા પોતે પણ અવારનવાર માથામાં અલગ અલગ ડિઝાઇન બનાવતા હોય પુત્ર કબીરને પણ પિતાની જેમ માથામાં ડિઝાઇન બનાવવાની ઈચ્છા થઈ પણ તે શિવભક્ત હોય તેણે ઓમ બનાવવાની ઈચ્છા દર્શાવી હતી જેથી તેઓ પોતાના બાળકને સલૂન લઈ આવ્યા હતા.

મહાશિવરાત્રીના શુભ અવસર પર દરેક ભક્ત પોતાની રીતે ભગવાન શિવની પૂજા કરી રહ્યા છે. ગુજરાતના સુરતમાં શિવરાત્રીના આ શુભ અવસર પર એક નાના બાળકે અનોખી રીતે શિવભક્તિ દર્શાવી છે.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *