Surat:મેડીકલ કોલેજમાં એડમીશન અપવવાના બહાને 25 લાખની ઠગાઇ કરનાર ગેંગ ઝડપાઈ

0

દેશની અલગ અલગ મેડિકલ કોલેજમા એડમિશન અપાવવાના બહાને 25 લાખની ઠગાઈ કરનાર આંતર રાજ્ય ગેંગની સુરત પોલીસે કરી ઘરપકડ  

દેશની અલગ અલગ મેડિકલ કોલેજમાં એડમિશન આપવવાના બહાને લોકોને છેતરતા ત્રણ ભણેલા ગણેલા આરોપીઓની ડીંડોલી પોલીસે ધરપકડ કરું છે. જેમની પાસેથી પોલીસે દોઢ લાખ રૂપિયા પણ કબજે કર્યા છે. એટલું જ નહીં પકડાયેલા આ આરોપીઓ સામે દિલ્હી અને રાજસ્થાનમાં પણ ચીટીંગની ફરિયાદ નોંધાઈ હોવાનું સામે આવ્યું છે

સુરતના ડીંડોલી વિસ્તારમાં રહેતા એક 50 વર્ષીય આદ્યાપ્રસાિ રામિાસસીંગ રામઉગ્રહસીંગ ક્ષમત્રય નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. અને તેઓ પોતાના પુત્ર પ્રોયાંશને લખનઉની કિંગ જોશ મેડિકલ કોલેજમાં એડમિશન લેવા માંગતા હતા.તે દરમ્યાન આરોપીઓએ વીનાયક એજ્યકુેશન-ગડુગાવના નામથી ફોન કરી M.B.B.S ના અભ્યાસ માટે લખનઉ ખાતે આવેલ “K.G.M.U” સરકારી કોલેજમાાં“સેન્ટ્રલ પૂલિંગ ક્વોટા” માાં એડમીશન કરાવી આપશે તેવી ખાત્રી આપી હતી.જેના માટે એડમિશન કરાવવા પેટે 25 લાખ રૂપિયાની માંગણી કરી હતી.

પોતાના બાળકને કિંગ જોશ મેડિકલ કોલેજમાં એડમિશન મળી જશે એ આશા સાથે પિતાએ આ ટોળકીને 25 લાખ રૂપિયા આપી દીધા હતા. પણ આ ટોળકી તો ઠગ હોય બાળકને એમબીબીએસ માં એડમિશન મળ્યું ન હતું. જેથી પોતે છેતરાયા હોવાની જાણ થતા પિતાએ ડીંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.જેને આધારે પોલીસે આ ગુનામાં સંડોવાયેલા ત્રણે આરોપીની ઘરપકડ કરી છે.

પોલીસે ઝડપી પાડેલા આરોપીની પૂછપરછ મા તેઓએ પોતાના નામ રાહુલ ઉર્ફ ઋષભ તિવારી,મોહમ્મદ અલાઉદ્દીન અને સોયબ જણાવ્યું હતું.આ અંગે સુરત શહેર પોલીસ કમિશ્નર અજયકુમાર તોમરે જણાવ્યું હતું કે

પકડાયેલા ત્રણેય આરોપી ગ્રેજ્યુએટ છે.અને મેડિકલ કોલેજમાં એડમિશન અપવવાના બહાને લોકો સાથે ચિતિંગ કરતા હતા. ફરિયાદ ને આધારે પોલીસે આ ઉપયોગ દિલ્હી અને નૌઢા ખાતેથી ઝડપી પાડયા છે. જેઓની પાસેથી પોલીસે દોઢ લાખ રૂપિયા પણ કબજે કર્યા છે.વધુમાં કમિશનરે જણાવ્યું હતું કે આ આરોપીઓ સામે દિલ્હી અને રાજસ્થાનમાં પણ આ પ્રકારના ગુના નોંધાઈ ચૂક્યા છે.

 

આરોપીની મોડસ ઓપરેન્ડી

 

આરોપીઓએ એક બીજાની મીલીભગતમા એક સાંપ થઈ આ કામના જ્સ્ટ ડાયલમાથી M.B.B.S મેડીકલ ફિલ્ડ ની NEET ની પરીક્ષા પાસ કરેલા ઉમેિવાર ઓ ડેટા મેળવી તેમાથી પરીક્ષામા ઓછો ્કોર(માક્સક) ધરાવતા ઉમેિદવાર તેમજ વાલીઓનો સંપર્ક કરી પોતે વિનાયક એજ્યકુેશન કલ્સટીંગ કાંપની નામની કાંપની ધરાવે છે તેમજ સરકારી મેડીકલ કોલેજમા સેન્સર પુલિંગ ક્વોટામા એડમીશન કરાવી આપશે તેવી લાલચ આપતા. અને સહમત થયેલા ઉમેિવાર તથા વાલીઓને ગુડગાવ ખાતેની ઓફિસ પર બોલાવી ભારત સરકારના હેલ્થ વિભાગના બનાવટી દસ્તાવેજો બતાવી ઉમેિવારના ડોક્યુમેન્સટ મેળવી પોતે હકીકતમા સરકારી કોલેજ મા એડમીશન આપવાની પ્રોસેસ કરી ટોકન અમાઉન્ટ ઓફિસ પર મેળવી લેતા બાદમાં એડમીશનની ફાઈનલ પ્રોસેસ માટે ઉમેિવાર નેતેમજ વાલીઓને યુની. ખાતેબોલાવતા

જ્યા કોલેજ કેમ્પસ તેમજ કોલેજના અલગ અલગ વિભાગો વાલીઓને બતાવી તેમના તરફથી ઉભા કરેલા બનાવટી કોલેજ ના હેડ ( કાઉન્સસેલર) સાથે મુલાકાત કરાવી બાકીની માતબર રકમ મેળવી જેતે યુનીવસીટી નો બનાવટી એલોટમેન્સટ લેટર તેમજ ફી ભર્યાં ની પહોંચ આપી ઠગાઈ આચરતા હતા.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *