રિયલ સિંઘમ: ભાઈગીરી કરતા લોકોનું સરઘસ કાઢી નવસારી પોલીસે ઉતાર્યું ભૂત

0

શહેરી વિસ્તારોમાં અવારનવાર મારામારીની અને જૂથવાદની ઘટનાઓ સામે આવતી રહે છે યુવાનોમાં જાણે ભાઈગીરી કરવાનું ભૂત ચડ્યું હોય તેમ નજીવી નાની બાબતોમાં પણ અનેકવાર ઘાતક હથિયારો સાથે એકબીજા પર તૂટી પડતા હોય છે. ત્યારે આવા તત્વો સામે નવસારી પોલીસે લાલ આંખ કરી છે. નવસારીના ત્રણ ઈસમે બે દિવસ અગાઉ એક અંગત અદાવતમાં આમ આદમી પાર્ટીના કાર્યકરને માર મારી તેનો વિડીયો સોશિયલ મીડિયા પર મૂક્યો હતો. ત્યારે દાદાગીરી કરતા અને લોકોમાં રોફ જમાવતા બે ઇસમોને પોલીસે ઝડપી લઇ ભાઈઓનું ભૂત બનાવી પોલીસે શહેરમાં સરઘસ કાઢ્યું હતું. પોલીસના આ કાર્યથી શહેરીજનો પણ ખૂબ જ પ્રભાવિત થયા હતા.

મળતી માહિતી મુજબ નવસારીના વિજલપોર વિસ્તારમાં રહેતા ગોપાલ મુકેશભાઈ જાગતાપને ઢોર માર મારવામાં આવ્યો હતો. યુવકને શોશ્યલ મીડિયા દ્વારા ફોન કરીને કાગદીવાડ પાસે આવેલી નગર પાલિકા પ્રાથમિક શાળા પાસે બોલાવવામાં આવ્યો હતો જ્યાં યુવકને લોખંડના પાઈપ વડે ઢોર માર મારવામાં આવ્યો હતો. અંગત અદાવતમાં યુવકને માર મરાયો હોવાની વાત પ્રાથમિક તારણ રૂપે બહાર આવી છે. બીજી તરફ ઈજાગ્રસ્ત યુવક આપ પાર્ટીનો કાર્યકર હતો. યુવકને ઢોર માર મારતા તેને ગંભીર ઈજાઓ થઇ હતી બીજી તરફ તેને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો જ્યાં તેની આઈસીયુ વોર્ડમાં સારવાર ચાલી રહી છે.

ઢોરમાર મારી વિડીયો બનાવી રીલ્સ સ્વરૂપે શોશ્યલ મીડિયામાં અપલોડ કરાયો હતો 

યુવકને માર મારતો વિડીયો બનાવવામાં આવ્યો છે અને તેને રીલ્સ સ્વરૂપે શોશ્યલ મીડિયામાં અપલોડ પણ કરવામાં આવ્યો હતો. આ વિડીયોમાં યુવક નીચે જમીન પર ઢળી પડેલો દેખાય છે અને બે થી ત્રણ જેટલા યુવકો તેને લોખંડના પાઈપ વડે માર મારતા હોય તેમ દેખાય રહ્યા છે. આ વિડીયો બનાવી રીલ્સ સ્વરૂપે અપલોડ પણ કરવામાં આવ્યો છે આ બનાવ અંગે યુવકના પિતા દ્વારા સિદ્ધુ થોરાટ, આકાશ આમરે તથા મયુર ઉર્ફે કોકરોચ સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી

પોલીસે ગણતરીના કલાકોમાં જ ત્રણેય આરોપીને ઝડપી પાડ્યા 

નવસારીમાં આમ આદમી પાર્ટીના કાર્યકરને માર મારી તેનો વિડીયો બનાવી અપલોડ કરવાની આ ચકચારી ઘટનાને લઈને પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં નવસારી એલસીબી પોલીસે ગણતરીના કલાકોમાં જ ફરાર થઇ ગયેલા આરોપી સિદ્ધાર્થ ઉર્ફે સિદ્ધુ લક્ષ્મણભાઈ થોરાટ, મયુર ઉર્ફે કોકરેજ દાદાજી સિંદે, અને આકાશ રવીન્દ્ર આમરેને સુરત અલથાણ આઝાદ નગર પાસેથી ઝડપી પાડ્યા હતા.

પોલીસે ભાઈગીરીનો નશો ઉતારી સરઘસ કાઢ્યું 

ઝડપાયેલા ત્રણેય આરોપીઓએ યુવકને ઢોર માર માર્યો હતો અને તેનો વિડીયો બનાવી રીલ્સ સ્વરૂપે શોશ્યલ મીડિયામાં અપલોડ કર્યો હતો. ભાઈગીરી કરવા રોફ જમાવતા હોય તે મુજબ વિડીયો બનાવી અપલોડ કરાયો હતો. બીજી તરફ પોલીસે ત્રણેય આરોપીઓનું ભાઈગીરીનું ભૂત ઉતારી કાઢ્યું હતું. પોલીસે ત્રણેય આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું. ત્રણેય આરોપીઓ પાસે હાથ જોડાવી સરઘસ કાઢવામાં આવ્યું હતું સિદ્ધુ થોરાટ, આકાશ આમરે અને મયુર ઉર્ફે કોક્રોચને વિઠ્ઠલ મંદિરથી શિવાજી ચોક સુધી તેમનું સરઘસ કાઢવામાં આવ્યું હતું. જેમાં સામાન્ય લોકોના મનમાંથી તેમનો ખોફ દૂર થાય મારામારી કરી તેનો વીડિયો સોશિયલ મીડિયામાં મુકતા તત્વોને લોકોએ પોલીસ સામે લાચાર જોતા તેમની હવા નીકળી ગઈ હતી. આ સરઘસ દરમિયાન પોલીસ જિંદાબાદના નારા પણ લાગ્યા હતા. પોલીસની આ કામગીરીને લોકોએ બિરદાવી હતી. પોલીસે જણાવ્યું હતું કે આવા કોઈ પણ વ્યક્તિ દબાવે કે ડરાવે તો તાત્કાલિક પોલીસનો સંર્પક કરે, આવા કોઈ પણ ઈસમો હોય તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *