કોંગ્રેસે ફરી ઉઠાવ્યા સર્જીકલ સ્ટ્રાઇક પર સવાલ : ભાજપે કર્યો પલટવાર
આ દિવસોમાં જમ્મુ-કાશ્મીરમાં (J&K) કોંગ્રેસની ભારત જોડો યાત્રા ચાલી રહી છે. આ દરમિયાન કોંગ્રેસના(Congress) વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે ફરી એકવાર પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઈકને લઈને સવાલો ઉઠાવ્યા છે, જે બાદ સર્જિકલ સ્ટ્રાઈકને લઈને દેશમાં ફરી રાજકીય હોબાળો શરૂ થઈ ગયો છે. દિગ્વિજય સિંહે સર્જીકલ સ્ટ્રાઈક પર ટિપ્પણી કર્યા બાદ ભારતીય જનતા પાર્ટીએ જવાબી કાર્યવાહી કરી છે. ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ કહ્યું કે બેજવાબદાર નિવેદનો કરવા એ કોંગ્રેસ પાર્ટીની આદત છે. આપણા સુરક્ષા દળો વિરુદ્ધ બોલનાર કોઈપણને દેશ સહન કરશે નહીં.
બીજી તરફ, કોંગ્રેસ પાર્ટીએ દિગ્વિજય સિંહના આ નિવેદન પર પલટવાર કર્યો છે. કોંગ્રેસ પાર્ટીના જનરલ સેક્રેટરી જયરામ રમેશે ટ્વીટ કર્યું, ‘વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહ દ્વારા આજે વ્યક્ત કરાયેલા વિચારો તેમના અંગત મંતવ્યો છે, કોંગ્રેસ પાર્ટીના નથી. 2014 પહેલા યુપીએ સરકારે પણ સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. કોંગ્રેસે રાષ્ટ્રીય હિતમાં તમામ લશ્કરી કાર્યવાહીને સમર્થન આપ્યું છે અને ભવિષ્યમાં પણ સમર્થન કરશે. દિગ્વિજય સિંહે કહ્યું કે સર્જિકલ સ્ટ્રાઈકની વાત કરીએ કે અમે આટલા લોકોને માર્યા. પરંતુ આજદિન સુધી તેનો કોઈ પુરાવો મળ્યો નથી.
आज वरिष्ठ नेता दिग्विजय सिंह द्वारा व्यक्त किए गए विचार कांग्रेस पार्टी के नहीं, उनके व्यक्तिगत विचार हैं। 2014 से पहले यूपीए सरकार ने भी सर्जिकल स्ट्राइक की थी। राष्ट्रहित में सभी सैन्य कार्रवाइयों का कांग्रेस ने समर्थन किया है और आगे भी समर्थन करेगी।
— Jairam Ramesh (@Jairam_Ramesh) January 23, 2023
આ સિવાય દિગ્વિજય સિંહે કેન્દ્ર સરકાર પર અનેક મુદ્દાઓ પર સવાલ ઉઠાવ્યા છે. જમ્મુમાં ભારત જોડો યાત્રા દરમિયાન કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહે કહ્યું કે સરકાર અહીં નિર્ણય લેવા માંગતી નથી. અહીં સમસ્યા ઉકેલવા નથી માંગતા. તે સમસ્યાને કાયમી બનાવવા માંગે છે જેથી કરીને કાશ્મીર ફાઇલ્સ જેવી ફિલ્મો બનતી રહે અને હિંદુઓ અને મુસ્લિમો વચ્ચે નફરત ફેલાવતી રહે.
દિગ્વિજય સિંહે કહ્યું કે પુલવામા જે સંપૂર્ણ રીતે આતંકનું કેન્દ્ર બની ગયું છે, ત્યાં વાહનોની બહાર ચેકિંગ કરવામાં આવે છે, જ્યાં એક સ્કોર્પિયો વાહન વિરુદ્ધ દિશામાંથી આવે છે, તેને કેમ ચેક કરવામાં ન આવ્યું અને પછી તે અથડાય છે. આપણા 40 CRPF જવાન શહીદ થયા. આ સિવાય તેમણે સવાલ પૂછ્યો કે પુલવામાની ઘટનામાં આતંકવાદી પાસે 300 કિલો RDX ક્યાંથી આવ્યું? દેવેન્દ્ર સિંહ ડીએસપી આતંકવાદીઓ સાથે પકડાયા પણ પછી તેમને કેમ છોડવામાં આવ્યા? અમે પાકિસ્તાન અને ભારતના પીએમ વચ્ચેના મિત્રતા સંબંધો વિશે પણ જાણવા માંગીએ છીએ.