‘ હર ઘર તિરંગા ‘:લોકોમાં રાષ્ટ્રીય ભાવના જાગૃત કરતા વિશ્વ રેકોર્ડ દેશને થશે સમર્પિત

0

લોકોમાં રાષ્ટ્રીય ભાવના જાગૃત કરતા વિશ્વ રેકોર્ડ દેશને થશે સમર્પિત

આઝાદીના 75 વર્ષની ભવ્ય ઉજવણી આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે સંકલ્પ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શાળા અર્ચના વિદ્યા નિકેતન દ્વારા લોકભાગીદારીથી બે વિશ્વ રેકોર્ડ કરી દેશને સમર્પિત.

દેશના વડપ્રધાન ના અભિયાન ‘ હર ઘર તિરંગા ‘ પર શાળા દ્વારા 1,11,111 લોકો પાસે સર્વે ફોર્મ ભરી સર્વે કરવામાં આવ્યો. દેશવાસીઓનો ‘હર ઘર તિરંગા’ મહાઅભિયાન બાબતે અભિપ્રાય લેવામાં આવ્યો. દેશભક્તિની જ્યોત કાયમ માટે દરેકના દિલમાં પ્રજ્વલિત રહે તેવી પ્રેરણા આ સર્વેમાં દરેક દેશવાસીઓને આપવામાં આવી હતી. આ સર્વેમાં 22 રાજ્યના અને 8 અલગ અલગ દેશમાં વસતા ભારતીય લોકોએ ઓનલાઇન ફોર્મના માધ્યમથી સર્વેમાં ભાગ લીધો હતો. વિવિધ 100 થી વધુ સામાજિક સંસ્થાઓ, શાળાઓ, NGO આ રાષ્ટ્ર ભાવના જાગૃતિના સર્વેમાં ખુબજ ઉત્સાહથી જોડાયા હતા. આ વર્લ્ડ રેકોર્ડ અર્ચના વિદ્યા નિકેતન, ડૉ શ્રીનિવાસ મિટકુલ, રિતુ રાઠી એક સોચ એન.જી.ઓ. તેમજ ભરારી ફાઉન્ડેશન ના નામે નોંધાઈ છે.

સંકલ્પ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત અર્ચના વિદ્યા નિકેતન દ્વારા લોકભાગીદારીથી હર ઘર તિરંગાના મૂળ ઉદ્દેશ્યને ધ્યાનમાં લઈ ‘ હર દિલ તિરંગા ‘ વિશ્વ રેકોર્ડ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવનાર છે. 11,000 લોકો તિરંગા બેચ લગાવી આ તિરંગાનું કાયમી મહત્વ જળવાય રહે અને સૌના દિલમાં રાષ્ટ્રીય ભાવના હંમેશના માટે જાગતી રહે તેવા ઉમદા ઉદ્દેશ્યથી આ ભગીરથ કાર્ય કરવામાં આવશે. આ આયોજન 26 મી ફેબ્રઆરીના રોજ વરાછા ઉમિયાધામ ખાતે થશે.

સુવિકસિત રાષ્ટ્ર નિર્માણ કરવા માટે તેમજ દેશમાંથી વિવિધ બદીઓ જેવી કે ભ્રષ્ટાચાર,ચોરી, કરચોરી વગેરે જેવી બાબતો સંપૂર્ણ નષ્ટ કરવા સાથે-સાથે લોકોમાં રાષ્ટ્રપ્રેમ પ્રબળ બને, દેશ પ્રત્યેની સદભાવના વિકસે, દરેક લોકો બંધારણના નિયમોનું અચૂક પાલન કરે તે માટે લોકભાગીદારીથી આ બંને વિશ્વ રેકોર્ડ બનાવી ભારત દેશને સમર્પિત કરવા જઈ રહ્યું છે. સંકલ્પ એજ્યુકેશનના ટ્રસ્ટી ધીરુભાઈ પરડવા, ડૉ શ્રીનિવાસ મીટકુલ, આચાર્ય રજીતા તુમ્મા, રિતુ રાઠી , નીતિન સૈંદાને, ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર અશ્વિન સુદાની વગેરે એ પ્રધાનમંત્રીજીના વિદ્યાર્થીઓ, શાળા પરિવારના તમામ કર્મચારીઓ,વિવિધ સામાજિક સંસ્થાઓ, નાગરિકોને અભિનંદન પાઠવ્યા હતા.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *