સુરતના યુવાનની અનોખી શ્રદ્ધા : ચાર ધામ અને 12 જ્યોતિર્લિંગની પગપાળા યાત્રા કરી 12000 કિમીનો પ્રવાસ કરશે.

0

સનાતન ધર્મ સંસ્કૃતિના પ્રચાર કરવાની શ્રદ્ધા સાથે ચાર ધામની યાત્રા પગપાળા કરવાનો નિર્ણય

એક વર્ષમાં 12 હજાર કિમીનું અંતર કાપશે.

૭ ડિસેમ્બર ૨૩ સુધીમાં પગપાળા પ્રવાસ પૂરો કરવાની ઇચ્છા

હિન્દુ ધર્મમાં જાત્રાનું આગવું મહત્વ હોય છે. વળી હિન્દુ ધર્મમાં જાત્રાના પ્રકારો અને જાત્રાના સ્થળોનું વૈવિધ્ય પણ અન્ય તમામ ધર્મ કરતા ઘણું વધારે છે. માટે લોકો પોતાની શક્તિ અને ભક્તિ મુજબ નજીકના અથવા દૂરના, સહેલા કે કઠિન માર્ગ પર પગપાળા અથવા તો વાહન દ્વારા, કા તો પછી દંડવત કરીને આળોટતા જઈને ભગવાનના સ્થાન સુધી પહોંચે છે. અને શ્રદ્ધા સુમન અર્પણ કરે છે. ત્યારે સુરતના એક યુવાની પોતાની કોઈ માનતા કે પછી શોખ માટે નહીં પરંતુ સનાતન ધર્મ સંસ્કૃતિના પ્રચાર કરવાની શ્રદ્ધા સાથે બાર ધામની યાત્રા પગપાળા કરવાનો નિર્ણય કર્યો છે.અને તેની શરૂઆત પણ થઈ ચૂકી છે. 35 દિવસ અગાઉ સુરતના યુવકે અમદાવાદમાં શતાબ્દી મહોત્સવમાં મહંત સ્વામીના ચરણ સ્પર્શ કરી ચાર ધામ યાત્રા અને 12 જ્યોતિર્લિંગના પગપાળા દર્શન કરવા નીકળ્યો છે.

સુરતના અમરોલી વિસ્તારમાં રહેતો સૌરાષ્ટ્રવાસી યુવાન અને ટેક્ષ્ટાઈલ ધંધા સાથે સંકળાયેલા 33 વર્ષીય યુવાન કમલેશ હીરપરાએ પ્રમુખસ્વામી મહારાજને ભાવાંજલિ સ્વરૂપે અર્પણ કરવા અને વિશ્વ શાંતિ નિમિત્તે ભારતના ચારધામ અને બાર જ્યોતિર્લિંગની યાત્રા પગપાળા કરવાની શરૂઆત કરી છે. જેમાં તેઓ ચારધામ યાત્રા અને બાર જ્યોતિર્લિંગ સહિત ભગવાનના તમામ જન્મ સ્થળો, રસ્તામાં આવતા તમામ શક્તિપીઠના દર્શન કરશે. કમલેશ હિરપરાનો તેમને આ ધાર્મિક યાત્રાનો મુખ્ય ધ્યેય સનાતન ધર્મ અને સંસ્કૃતિના પ્રચાર કરવા હોવાનું જણાવ્યું છે.

 

કમલેશ હીરપરાએ ૩૫ દિવસ અગાઉ અમદાવાદમાં શતાબ્દી મહોત્સવમા મહંત સ્વામીના આશીવાદ લઈ પવિત્ર સ્થળેથી ચારધામ અને બાર જ્યોતિર્લિંગનો પગપાળા પ્રવાસ આરંભ કર્યો છે. તેઓ હાલ રોજ ૫૦ કિમી પગપાળા પ્રવાસ કરી રહ્યા છે.

ચારધામ અને બાર જ્યોતિલિંગના દર્શન કરવા એક વર્ષના પગપાળા પ્રવાસ ખેડવા નીકળેલા કમલેશ રાજ્યમાં પસાર થઇને કુલ ૧૨૦૦૦ કિમીનું અંતર કાપશે.આ યાત્રા મા તેમની સાથે એક નાનો ટેમ્પો તેમજ બે ત્રણ મિત્રો અને સંબંધીઓ રહે છે. તેમજ આગામી તા. ૭ ડિસેમ્બર ૨૩ સુધીમાં પગપાળા પ્રવાસ પૂરો કરવાની ઇચ્છા વ્યકત કરી છે.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *