સારોલી નિયોલ ચેક પોસ્ટ પાસેથી અફીણના જથ્થા સાથે બે વ્યક્તિ સાથે 6.17 લાખનો મુદામાલ જપ્ત

6.17 lakh worth seized along with two persons along with quantity of opium from Saroli Neyol check post

6.17 lakh worth seized along with two persons along with quantity of opium from Saroli Neyol check post

શહેરના સારોલી (Saroli) નિયોલ ચેક પોસ્ટ પાસે થી કોલેજની બેગમાં અફીણનો જથ્થો સુરતમાં લાવી રહેલા બે યુવકોને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે. પોલીસે બંને યુવકોને પકડી તેમની પાસેથી રૂપિયા પાંચ લાખની કિંમતનું અફીણ જપ્ત કર્યું હતું. આ ઉપરાંત તેમની પાસેથી રોકડા રૂપિયા 15,000, 3 મોબાઈલ અને બાઈક સહિત કુલ રૂપિયા 6.17 લાખનો મુદ્દામાં જપ્ત કર્યો છે. પોલીસે અફીણી નો જથ્થો મંગાવનાર અને જથ્થો મોકલનારને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની વિગત એવી છે કે સારોલી પોલીસને બાતમી મળી હતી કે નિયોલ ચેક પોસ્ટ પાસે અંબાબા કોલેજની બાજુમાંથી બે યુવકો બાઈક પર બેગ લઇ આવી રહ્યા છે અને તેઓની પાસેની કોલેજની બેગમાં અફણીનો જથ્થો છે. જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી ગોપાલલાલ કિશનલાલ જનવા (રહે-ગામ-બોહેડ, જનવોકા મહોલ્લા, તા-બડીસાદડી થાના-બડીસાદડી જી-ચિત્તોડગઢ રાજસ્થાન), પપ્પુસિંગ જયસિંગ રાજપુત (રહે-ઘર નં-૧૫૦ રાધેશ્યામ સોસાયટી રાજુભાઇના ભાડાના મકાનમા શનિમહારાજના મંદીર આગળ, ખોડીયાર નગર પાસે, ગોડાદરા) (મુળ-વતન-ગામ-સામુજા તા-સમદડી થાના-સમદડી જી-બાલોતરા રાજસ્થાન)ને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેઓની અંગજડતી લેતા તેઓની બેગ તપાસતા તેમાંથી રૂપિયા 5.07 લાખનો અફીણનો જથ્થો મળી આવ્યો હતો.

આ ઉપરાંત તેઓની પાસેથી રોકડા રૂપિયા 15 હજાર, ત્રણ મોબાઈલ પણ મળી આવ્યા હતા. જેથી પોલીસે બાઈક, મોબાઈલ, અફીણનો જથ્થો અને રોકડ રૂપિયા મળી 6.17 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. વધુમાં પોલીસે અફીણનો જથ્થો મંગાવનાર મહેંદ્રસિંગ પપ્પુસિંગ રાજપુત (રહે-ઘર નં-૧૫૦ રાધેશ્યામ સોસાયટી શનિમહારાજના મંદીર આગળ, ખોડીયાર નગર પાસે, ગોડાદરા) (મુળ ગામ-સામુજા તા-સમદડી થાના-સમદડી જી-બાલોતરા રાજસ્થાન) અને અફીણનો જથ્થો આપનાર શોભાલાલ સુથાર (રહે-ગામ-નારણપુરા થાના-ભીંડર જી-ઉદયપુર રાજસ્થાન) ને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

 

Please follow and like us: