અભ્યાસ માટે સિંગાપોર મોકલવાના બહાને યુવક સાથે 3.73 લાખની છેતરપિંડી

3.73 lakh fraud on a young man on the pretext of sending him to Singapore for studies

3.73 lakh fraud on a young man on the pretext of sending him to Singapore for studies

શહેરના અમરોલી વિસ્તારમાં રહેતા યુવકને સિંગાપોર જવાના ચક્કરમાં 3.73 લાખ ગુમાવવાનો વારો આવ્યો છે. યુવકે અમરોલી વિસ્તારમાં જ રહેતા યુવકની વાતમાં આવી જઈ સિંગાપોર જવા માટે અલગ અલગ રીતે 3.73 લાખ રૂપિયા ચૂકવી આપ્યા હતા. જોકે બાદમાં તેને સિંગાપોર નહીં મોકલી તેની સાથે છેતરપિંડી કરી હતી. જેથી આખરે ભોગ બનનાર યુવકે પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું માલુમ પડતા તેઓએ કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે 3.73 લાખની છેતરપિંડીનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની વિગત એવી છે કે મૂળ ભરૂચ ના નારેશ્વર ગામના વતની અને અમરોલી ગણેશપુરા પાસે આવેલ ગોકુલ કોમ્પલેક્ષમાં રહેતો જયદીપ પ્રવીણભાઈ પરમાર હાલમાં બેરોજગાર સમય વિતાવી આવી રહ્યો છે. જોકે તેને ડિપ્લોમા અભ્યાસ માટે સિંગાપોર જવું હતું. આ દરમિયાન અમરોલી વિસ્તારમાં આવેલ ન્યુ કોસાડ રોડ પર વર્ધમાન પેલેસમાં રહેતા ગૌરવ યોગેશ શાહ નામનો વ્યક્તિ તેના સંપર્કમાં આવ્યો હતો અને તેણે તેને સિંગાપોર મોકલી આપવાનું કહીને વાતોમાં ફસાવ્યો હતો. જેથી જઈને વધુ અભ્યાસ માટે સિંગાપોર જવાની લાલચમાં અલગ અલગ સમયે કુલ રૂપિયા 3.97 લાખ તેના ખાતામાં જમા કરાવી દીધા હતા. જોકે ત્યારબાદ પણ તેને સિંગાપોર ન મોકલતા જયદીપ એ પૈસા પરત આપવાની માંગણી કરી હતી. જેથી બાદમાં ગૌરવે માત્ર 25,000 રૂપિયા પરત આપી બાકીના 3.73 લાખ રૂપિયા પરત નહીં આપી છેતરપિંડી કરી હતી. જેથી જયદીપે કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગૌરવ શાહ સામે 3.73 લાખની છેતરપિંડીનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Please follow and like us: