કતારગામથી(Katargam ) આવતી અને ખટોદરા વોટર(Water ) વર્કસને જોડતા ઉધના ખરવર નગર પુલ નજીકથી પસાર થતી 1500 ડાયામીટરની એમએસલાઈનમાં લીકેજ(Leakage )

0

કતારગામથી(Katargam ) આવતી અને ખટોદરા વોટર(Water ) વર્કસને જોડતા ઉધના ખરવર નગર પુલ નજીકથી પસાર થતી 1500 ડાયામીટરની એમએસલાઈનમાં લીકેજ(Leakage ) રિપેર કરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ વરસાદના કારણે તે યોગ્ય રીતે કામ થયું ન હતું. જેથી આ લાઇનનું રીપેરીંગ હાથ ધરવામાં આવનાર છે.

કતારગામથી(Katargam ) આવતી અને ખટોદરા વોટર(Water ) વર્કસને જોડતા ઉધના ખરવર નગર પુલ નજીકથી પસાર થતી 1500 ડાયામીટરની એમએસલાઈનમાં લીકેજ(Leakage ) રિપેર કરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ વરસાદના કારણે તે યોગ્ય રીતે કામ થયું ન હતું. જેથી આ લાઇનનું રીપેરીંગ હાથ ધરવામાં આવનાર છે. જેના કારણે 27મી જુલાઇ બુધવારના રોજ શહેરના 70 ટકાથી વધુ વિસ્તારોમાં પાણી પુરવઠો નહીં મળે.એટલું જ નહીં બીજા દિવસે 28 જુલાઇને ગુરુવારે જો ટાંકીઓ સંપૂર્ણપણે નહીં ભરાય તો પાણી કાપની ગંભીર અસર પડી શકે છે.

ખટોદરા પાણી વિતરણ સ્ટેશન પાસે રોકડીયા હનુમાન મંદિર સામેના રોડ પર ખરવર નગર પુલ નીચે તારીખ 5મી જુલાઇના રોજ પીવાના પાણીનો મોટો જથ્થો રોડ પર વહી જતા પાલિકા તંત્ર દોડતું થયું હતું. રસ્તા પર વહેતા પાણીને રોકવાનો પ્રયાસ કર્યા બાદ લીકેજ શોધવાના પ્રયાસો હાથ ધરાયા હતા. જો કે, કતારગામથી 1500 વ્યાસ લાઇન અને ખટોદરા પાણી વિતરણ સ્ટેશનને જોડતી લાઇન પણ અન્ય લાઇન સાથે જોડાયેલ હોવાથી તાત્કાલિક સમારકામ શક્ય બન્યું ન હતું.

શહેરમાં છેલ્લા બે અઠવાડિયા દરમિયાન પડેલા ભારે વરસાદ અને આ સમયગાળા દરમિયાન તાપી નદીમાં ઉકાઈ ડેમમાંથી છોડવામાં આવતા પાણીને કારણે તાપી નદીના પાણીની ગુણવત્તા પણ બગડી હતી. આથી હાઇડ્રોલિક વિભાગે વરસાદ બંધ થતાં તાપી નદીમાં પાણીની ગુણવત્તા સુધરવાની રાહ જોઇ હતી. હવે આગામી દિવસોમાં વરસાદ શરૂ થાય તે પહેલા લીકેજનું સમારકામ કરવું જરૂરી છે. આથી આગામી અઠવાડિયા દરમિયાન બુધવાર, ગુરૂવારે ખટોદર મતદાર વર્કસ પાસે સમારકામ કરવામાં આવશે

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *