Virat Kohli એ લગાવ્યો ધોનીનો 12 વર્ષ જૂનો હેલીકૉપટર શોટ અને અપાવી RCBને જીત

0
Virat Kohli hits Dhoni's 12-year-old helicopter shot to give RCB a win

Virat Kohli hits Dhoni's 12-year-old helicopter shot to give RCB a win

બેંગ્લોર(Bangaluru) ગ્રાઉન્ડ, 17મી ઓવરના બીજા બોલે અને ક્રિઝ પર વિરાટ કોહલી(Virat Kohli). ત્યાર બાદ તેણે માર્યો તે શોટ જેનાથી  દરેકના મનમાં 12 વર્ષ જૂની યાદો તાજી થઈ ગઈ. કોહલીએ 16.2 ઓવરમાં સિક્સ ફટકારીને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને મુંબઈ ઈન્ડિયન્સ સામે જીત અપાવી હતી. RCBએ IPL 2023માં તેમના અભિયાનની શરૂઆત 8 વિકેટથી જીતીને કરી હતી. કોહલીએ 49 બોલમાં 82 રન ફટકાર્યા હતા. વિનિંગ શોટ પણ તેના બેટમાંથી નીકળ્યો હતો.

કોહલીએ અરશદ ખાનની ઓવરમાં સિક્સર ફટકારી અને આ સિક્સ ફટકારીને વર્લ્ડ કપની વર્ષગાંઠની ઉજવણી કરી. તેણે ધોનીની 12 વર્ષ જૂની સ્ટાઇલમાં સિક્સર ફટકારી હતી. 2 એપ્રિલ 2011ના રોજ, ભારતે વાનખેડે સ્ટેડિયમમાં શ્રીલંકાને હરાવીને વર્લ્ડ કપ જીત્યો હતો. ધોનીના બેટમાંથી વિનિંગ સિક્સ નીકળી હતી.

 

 

 

વર્ષગાંઠની ઉજવણી

ધોનીના બેટમાંથી નીકળેલો એ ઐતિહાસિક સિક્સ એક અલગ જ ઓળખ બની ગયો. ભારતને વર્લ્ડ ચેમ્પિયન બન્યાને 12 વર્ષ થઈ ગયા છે અને આ અવસર પર કોહલીએ ચાહકોને ધોનીની 12 વર્ષ જૂની ઐતિહાસિક જીતની સિક્સની ઝલક બતાવી હતી અને ધોની જેવી જ સ્ટાઇલમાં સિક્સ ફટકારી હતી. RCB અને મુંબઈ વચ્ચે રમાયેલી IPLની 5મી મેચની વાત કરીએ તો 172 રનના ટાર્ગેટના જવાબમાં કોહલી અને ડુપ્લેસિસે તોફાની બેટિંગ કરી હતી. બંનેએ અડધી સદી ફટકારી હતી.

148 રનની ભાગીદારી

ડુપ્લેસી સાથે ઓપનિંગ કરવા આવેલા કોહલીએ તેની સાથે 148 રનની ભાગીદારી નોંધાવી હતી. આરસીબીનો કેપ્ટન ડુપ્લેસી 73 રન બનાવીને આઉટ થયો હતો. પેવેલિયનમાં પરત ફર્યા બાદ દિનેશ કાર્તિક પણ આઉટ થયો હતો. 2 વિકેટ પડી ગયા બાદ કોહલીને મેક્સવેલનો સાથ મળ્યો અને પછી તેણે ટીમને જીતની ઉંચાઈ પર પહોંચાડી દીધી. કોહલીએ 49 બોલમાં અણનમ 82 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 6 ફોર અને 5 સિક્સર ફટકારી હતી.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *