આમ આદમી પાર્ટીમાં ફરી ભંગાણ, પાર્ટી દ્વારા બે કોર્પોરેટરની હકાલપટ્ટી કરવામાં આવી

0

ગુજરાતના રાજકારણમાં સુરત કોર્પોરેશનની ચુંટણીમાં 27 બેઠક જીતી વિપક્ષમાં ધમાકેદાર એન્ટ્રી કરનાર આમ આદમી પાર્ટીને એક બાદ એક મોટા ઝટકા મળી રહ્યા છે.સુરત આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો ભાજપમાં જોડાતા આમ આદમી પાર્ટીમાં ભંગાણ સર્જાયું છે.ત્યારે હવે આમ આદમી પાર્ટીને વધુ એક ઝટકો લાગ્યો છે.જ્યા પાર્ટી દ્વારા બીજા બે કોર્પોરેટરની હકાલપટ્ટી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

સુરત આમ આદમી પાર્ટી માંથી ચુંટાયેલા 27 કોર્પોરેટર માંથી પહેલા ચાર કોર્પોરેટર હોય પાર્ટી નો છેડો ફાડી ભાજપમાં જોડાયા હતા ત્યારબાદ હાલ ચાર દિવસ અગાઉ જ અન્ય છ કોર્પોરેટરો ભાજપમાં જોડાતા આમ આદમી પાર્ટીમાં ભંગાણ સર્જાયું હતું. ત્યારે હવે પાર્ટી દ્વારા વધુ બે કોર્પોરેટરોની પાર્ટીમાંથી હકાલપટ્ટી કરવામાં આવી છે.સુરતના વોર્ડ નંબર 3 ના કોર્પોરેટર કનુ ગેડિયા અને વોર્ડ નંબર 2ના કોર્પોરેટર રાજેશ મોરડીયા પાર્ટી વિરુદ્ધ કામગીરી કરતા હોવાનું જણાવી તેમણે પાર્ટીના સામાન્ય સભ્યપદેથી કાઢી મુકવામાં આવ્યા છે.

આમ આદમી પાર્ટી દ્વારા આ અંગે પાત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે ભાજપ પાસેથી પૈસા લઈને આમ આદમી પાર્ટીના બીજા કોર્પોરેટરને લાલચ અને દબાણ આપતા પાર્ટી વિરોધી ભ્રષ્ટ કોર્પોરેટરને પાર્ટીના સામાન્ય સભ્યપદેથી કાઢી મુકવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટીએ ગુજારાતમાં પુરી મજબુતીથી ચૂંટણી લડીને રાષ્ટ્રીય પાર્ટીનો દરાજ્જો મેળવ્યો છે ત્યારથી ભાજપના નેતાઓની ઊંઘ ખરાબ થઇ ગઈ છે. દિવસ રાત ભાજપના નેતાઓ આમ આદમી પાર્ટીને તોડવા માટે સક્રિય બન્યા છે ત્યારે આમ આદમી પાર્ટીમાં રહીને ભાજપનાં ઇશારે પાર્ટી તોડવાનું કામ કરનારા કોર્પોરેટરને પાર્ટીમાંથી હાંકી કાઢી મુકવાનું નક્કી કરવામાં આવ્યું છે.

કોર્પોરેટરની હકાલ પટ્ટી બાબતે કહેવામાં આવ્યું છે કે કનું ગેડીયા અને કોર્પોરેટર રાજેશ મોરડીયાને ભાજપ દ્વારા કેટલાક કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે અને ભાજપના કહેવા પ્રમાણે પાર્ટીના અન્ય કોર્પોરેટરને ઉશ્કેરી, લલચાવી, ભ્રમિત તેમજ દબાણ કરીને આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં જોડવાની કોશિશ કરી રહ્યા ચ્ધ. એવી જાણકારી મળેલ હતી. આ જાણકારી બાબતે પાર્ટીની આંતરીક રાહે તપાસ કરવામાં આવતા તેમજ અન્ય કોર્પોરેટર સાથે વાતચીત કરતા માલુમ પડેલ કે કનુ ગેડીયા અને રાજેશ મોરડીયા દ્વારા ભાજપ પાસેથી કેટલાક કરોડ રૂપિયા મેળવીને આમ આદમી પાર્ટીના કોર્પોરેટરને તોડવાનું કામ કરી રહેલ હોવાનું સાબિત થયેલ હતું. આ બંને કોર્પોરેટરે અન્ય કોર્પોરેટરને ફોન કરીને / રૂબરૂ મળીને ભાજપમાં જોડાઈ જવા માટે દબાણ કરી રહ્યા હોવાની હકીકત મળી હતી.આથી, ભાજપ પાસેથી અમુક કરોડ રૂપિયા મેળવીને આમ આદમી પાર્ટી તોડવાના કામ કરનારા બંને કોર્પોરેટરને આમ આદમી પાર્ટીના તમામ પદ ઉપરથી હાંકી કાઢવામાં આવે છે.તેમજ પાર્ટીના પ્રાથમિક સભ્યમાંથી કાઢી મુકવામાં આવે છે

જ્યાં બીજી તરફ આ સાથે સુરત આમ આદમી પાર્ટીના વધુ બે કોર્પોરેટરો ભાજપમાં જોડાયા છે.રાજેશ મોરડીયા અને કનુ ગેડીયા ભાજપનો ખેસ પેહરી વિધિવત રીતે આજરોજ ભાજપમાં જોડાયા છે.ઉલ્લેખનીય છે કે જોકે આ પેહલા પણ 10 જેટલાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો ભાજપમાં જોડાયા છે.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *