સુરત કોર્પોરેશન પાસે દોઢ મહિનાથી વેક્સિનનો જથ્થો જ ઉપલબ્ધ નથી !

0
The quantity of vaccine is not available with Surat Corporation for one and a half months!

The quantity of vaccine is not available with Surat Corporation for one and a half months!

છેલ્લાં દોઢ માસથી જથ્થો મનપા(SMC) પાસે કોવિશીલ્ડ વેક્સિનનો(Vaccine) જથ્થો ઉપલબ્ધ નથી અને આશ્ચર્યની વચ્ચે મોટાભાગે વેક્સિનેશનની કામગીરી પૂર્ણ થઇ ગઈ હોવાથી તેમજ શહેરીજનોમાં દિવસોમાં કોરોનાનો ભય સંપૂર્ણ દૂર થઇ ગયો હોવાથી વેક્સિનેશન સેન્ટરો પર કોવિશીલ્ડ વેક્સિન ઉપલબ્ધ ન હોવા છતાંય કોઈ બૂમો પડતી નથી.

બે મહિના પહેલા ચાઈના અને વિશ્વના કેટલાંક દેશોમાં કોરોનાના વધતા કેસો તથા કેન્દ્ર સરકારની સક્રિયતાને પગલે શહેરીજનોમાં વેક્સિનેશન માટે થોડી જાગૃતિ આવી હતી, પરંતુ પાછું જૈસે થેની સ્થિતિ આવી ગઇ છે.

ખાનગી લેબમાં એક કેસ પોઝિટિવ નોંધાયો :

મનપાના વિવિધ સેન્ટરો પર રોજ અંદાજે 400 જેટલાં ટેસ્ટ નિયમિત કરવામાં આવી રહ્યા છે. મનપાના ટેસ્ટિંગ સેન્ટરો પર એકાદ પોઝિટિવ કેસ આવે તે સમજી શકાય, પરંતુ ખાનગી લેબમાં ટેસ્ટિંગ દરમિયાન રાંદેર ઝોનમાં આધેડ વ્યક્તિનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતાં તંત્ર એલર્ટ થયું છે.

રાજસ્થાનથી પરત ફર્યો હતો દર્દી :

આગામી દિવસોમાં કોરોનાના પોઝિટિવ કેસો ડબલ ડિજિટમાં આવવાની પૂરેપૂરી શક્યતા છે. તંત્ર દ્વારા બન્ને પોઝિટિવ કેસો ધરાવતાં દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોના ટેસ્ટ પણ કરવામાં આવ્યા છે. ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટિંગ દરમિયાન પોઝિટિવ આવેલ વ્યક્તિ હાલ જ રાજસ્થાનમાંથી લગ્નપ્રસંગ પૂર્ણ કરી પરત આવ્યા છે.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *