Surat:મહિલા પોલીસ અધિકારીની આ સેવા જોઈ તમે પણ થઈ ઉઠશો ભાવુક
સ્ત્રીનું હૃદય સ્ત્રીનું જ રહે ભલે પછી શરીર પર ખાખી વર્દી કેમ ન હોય આ વાત એટલા માટે કહેવી રહી કારણકે સુરત શહેરના ઝોન 1ના ડીસીપી દ્વારા કરાયેલા કાર્ય એ સૌ કોઈને ભાવુક કર્યા છે.
View this post on Instagram
કાયદો અને વ્યવસ્થાની જાળવવાની જવાબદારી જેના ખભે હોય છે તે પોલીસને આપણે હંમેશા ગુનેગારો સામે કડક કાર્યવાહી કરતા જોતા આવ્યા છે, અને તેથી સામાન્ય રીતે પોલીસનું નામ આવતા જ લોકોમાં ફફડાટ ફેલાઈ જતો હોય છે. પરંતુ આ બધી ઘટનાઓથી વિપરીત સુરત મહિલા પોલીસ અધિકારીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં તેઓએ શારીરિક રીતે અવસ્થ મહિલાને પ્રેમનો કોળિયો જમાડી પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
સુરત શહેર ઝોન 1 ના ડીસીપી ભક્તિ ઠાકર એ વોચ ઇમેજિન સુરત સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે સુરત પોલીસ કમિશનર દ્વારા અપાયેલી સૂચના અનુસાર તેઓ તેમના વિસ્તારના શેલ્ટર હોમ અને અલગ અલગ સંસ્થાઓની મુલાકાત લઈ રહ્યા હતા. અને આ દરમ્યાન તેઓ સુરત કામરેજ રોડ પર આવેલ જીવન જ્યોત મન બુદ્ધિ માનવ મંદિર આશ્રમ ખાતે પહોંચ્યા હતા.આ આશ્રમ પરેશભાઈ જીવરાજભાઈ વિરાણી દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું.જેમાં ઘરવિહોણા , મન બુદ્ધિના , તરછોડાયેલા અને શારીરિક રીતે અસ્વસ્થ લોકોને આશરો આપવામાં આવે છે. ત્યારે અહીં પહોંચતા જ અને અહી આશરો અપાયેલા લોકોને જોતાજ તેઓ ભાવુક થઈ ગયા હતા. કારણ કે અહીંના લોકોએ પણ ડીસીપી અને તેમની સાથે આશ્રમ ગયેલા પીઆઈને જોતા જ તેમને ગળે વળગી પડ્યા હતા. જાણે તેઓ આ પોલીસ કર્મીઓને વર્ષોથી ઓળખતા હોય અને તેમનો પરિવાર હોય તે રીતે તેમની પાસે દોડી આવ્યા હતા.
ડીસીપી ભક્તિ ઠાકરએ આશ્રમની મુલાકાત લીધા બાદ પોતાનો અનુભવ જણાવતા ભાવુક થઈ ઉઠ્યા હતા. તેઓએ જણાવ્યું કે હું નસીબદાર છું કે મને આમને મળવાનો અને તેમની સાથે સમય પસાર કરવાનો અવસર મળ્યો.અહીંના લોકોને ફક્ત પ્રેમ ,સમય ,અને હુંફની જરૂર છે. કારણ કે આ દરેક વ્યક્તિઓ એવી પરિસ્થિતિમાંથી પસાર થયા છે કે જે સાંભળીને કોઈના પણ રુવાટા ઉભા થઈ જાય. અહી કોઈ અનાથ છે, તો કોઈ મંદબુદ્ધિના છે. તો કેટલીક મહિલાઓ સાથે ખરાબ કૃત્ય થયું છે તો કોઈને તરછોડી દેવામાં આવી છે અને તેને કારણે અહીં કેટલાક લોકોની માનસિક સ્થિતિ પણ હાલ અસ્થિર છે. કોઈ માતા પોતાના પુત્રને નથી ઓળખતી તો કોઈ વ્યક્તિને પોતાના ઘર પરિવાર વિશે કશુજ ખબર નથી. જેથી હવે તેમની ઈચ્છા છે કે તેઓ સમય મળે આ આશ્રમની મુલાકાત પણ લેશે અને આવનારા દિવસોમાં તેમની ઈચ્છા છે કે તેઓ આશ્રમના લોકો માટે કપડાં ,રમકડા ,વાસણો, સહિતની વસ્તુઓની ભેટ આપી મદદરૂપ થાય,આ સાથેજ તેઓએ શેરીજનોને પણ સંદેશો આપતા કહ્યું હતું કેદરેક વ્યક્તિએ એક વાર આશ્રમની મુલાકાત લેવી જોઈએ અને પોતાનાથી બનતી મદદ તેઓ માટે કરી તેમની માટે આગળ આવવું જોઈએ.
ડીસીપી અને વરાછાના પીઆઈ આશ્રમમાં જવાના હોય તેઓએ આ ખાસ લોકો માટે જમણવારનું આયોજન કર્યું હતું. ત્યારે આરતી કર્યા બાદ આ તમામ લોકોને ભોજન પીરસવામાં આવ્યું હતું તે દરમ્યાન એક મહિલા કે જે પોતાના હાથે જમી શકતી ન હતી જેને જોઈ ડીસીપી ભક્તિ ઠાકર તરત આ મહિલા પાસે દોડી ગયા હતા અને તેની સાથે બેસી પોતાના હાથેથી તેમને ભોજન કરાવ્યું હતું. બસ તેમની આ ક્ષણો કેમેરામાં કેદ થઈ ગઈ હતી. અને તે સોશિયલ મીડિયા પર વાયરલ થતા તમામ લોકો મહિલા પોલીસઅધિકારીના આ માનવતા ભર્યા કાર્યને ખૂબ જ પસંદ કરી રહ્યા છે.