ટ્રેન ઉથલાવી પાડવાના પ્રયાસના ગુનામાં વોન્ટેડ આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચ ઓરિસ્સાથી પકડી લાવી

0

સુરતમાં વર્ષ ૨૦૧૭માં ટ્રેન ઉથલાવી પાડવાના પ્રયાસના ગુનામાં વોન્ટેડ આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચ ઓરિસ્સાથી પકડી લાવી.

સુરત થી ઉત્રાણ વચ્ચેના રેલ્વે પાટા પર લોખંડના-લાકડાના બાકડા મૂકી ટ્રેન ઉથલાવી પાડવાની કોશિશ કરવામાં ગુનામાં 2017 થી નાસ્તા ફરતા મોસ્ટ વોન્ટેડ આરોપીને સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઓરિસ્સા પકડી પાડયો છે.આરોપી સામે વરાછા પોલીસ મથકમાં નોંધાયેલા એનડીપીએસના બે ગુનામાં પણ તે નાસ્તોફરતો હતો. જે બાદ આખરે પોલીસે તેને ઝબ્બે કર્યો છે. આરોપીને સામે સુરત પોલીસ કમિશનર દ્વારા 20,000 નું ઇનામ પણ ઘોષિત કરવામાં આવ્યું હતું.

સુરત રેલવે લાઈન નજીક રહેતા કેટલાક લોકો દ્વારા છૂટકમાં દારૂ તથા ગાંજાનો વેચાણ કરતા હોય પોલીસ દ્વારા અહી અવાર નવાર રેડ કરવામાં આવે છે. ત્યારે પોલીસની કાર્યવાહીને લઈ અને પોલીસ પર ઘાક બેસાડવા માટે વર્ષ 2017 મા ૨૮ ડીસેમ્બર ના રોજ સુરતથી ઉતરાણ વચ્ચે રેલ્વે પાટા ઉપર લોખંડના-લાકડાના બાકડા મૂકી ટ્રેન ઉથલાવી પાડવાના ઈરાદે મૂકી રાખતા એક્સપ્રેસ ટ્રેનના એન્જીનના આગળના ભાગે ટકરાતા ટ્રેન વ્યવહાર ને અવરોધવાનો ચકચારી બનાવ બન્યો હતો.જે બાદ કતારગામ પોલીસ મથકમાં આ મમમલે ગુનો નોંધવામાં આવ્યો હતો.અને ક્રાઇમબ્રાંચ પોલીસને તપાસ સોંપવામા આવી હતી.જે તે સમયે આ પ્રકરણમાં છે આરોપીઓની ઘરપકડ કરવામાં આવી હતી.અને નવ આરોપીઓને નાસ્તા ફરતા જાહેર કરાયા હતા.

આ પ્રકરણમાં સુરત ક્રાઈમ બ્રાંચની ટીમને બાતમી મળી હતી કે આ ગુનામાં સંડોવાયેલો આરોપી ઓરિસ્સાના ગંજામ જિલ્લા ખાતે ફરી રહ્યો છે.જેના આધારે સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે આરોપી 28 વર્ષીય સચિન ઉર્ફે દિલીપ અરકિત પાંડીને ઓરિસાથી ઝડપી પાડ્યો છે.પોલીસ પૂછપરછમા આરોપીએ જણાવ્યું હતું કે એ.કે.રોડ રેલ્વે પટરી પાસે આવેલી ઝૂપડપટ્ટીમાં ઓરિસ્સાવાસીઓ રહેતા હોય અને અહી તેઓ છૂટકમાં દારૂ,ગાંજાનું વેચાણ કરતા હોય જેને લઇ પોલીસ દ્વારા અવાર નવાર રેઇડ કરવામાં આવતો હતો.જેથી પોતાની ધાક બેસાડવા માટે પોતે તેના મિત્રો તથા વતનના રહીશો સાથે મળી રેલ્વે પટરી પાસે લોખંડનો બાંકડો તથા લાકડાનો બાંકડો ઉચકી સુરતથી ઉત્રાણ તરફ જતી રેલ્વે લાઈનના પાટા ઉપર મૂકી ટ્રેનને ઉથલાવી પાડવાનો પ્રયાસ કર્યોની કબુલાત કરી હતી.

આ ઉપરાંત આરોપીએ તેના મિત્રો સાથે મળી વર્ષ 2016મા બે વખત આરોપીએ ગાંજાનો જત્થો મંગાવી વરાછા અશ્વિની કુમાર રોડ અશોક નગર ઝૂપડપટ્ટીનાએક રૂમ માં સનતાડ્યો હતો.તે વખતે પોલીસે રેઇડ કરી હતી ગાંજાનો જત્થો ઝડપી પાડી વરાછા પોલીસ મથકમાં ગુનો નોંધ્યો હતો. જેથી આ આ બંને ગુનામાં પણ તે વોન્ટેડ જાહેર કરાયો હતો . જેથી સુરત પોલીસ કમિશ્નરએ આ આરોપીને ઝડપીને પકડી પાડવા તેના સામે 20 હજારનું ઇનામ પણ ઘોષિત કરાયું હતું.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *