Video : સુરતના આકાશમાં રાત્રે જોવા મળી ટપકાવાળી ચમકતી લાઈન, લોકોએ પૂછ્યું શું છે આ ?
આપણે અગાસી(Terrace) પર રાત્રે(night) નવરાશમાં બેઠા હોઈએ અને ક્યારેક અચાનક આકાશ(Sky) તરફ નજર કરીએ તો આકાશમાં આશ્ચર્યજનક ઘટનાઓ જોવા મળતી હોય છે. આવી ઘટનાઓ જવલ્લે જ ઓછા લોકોને જોવા મળે છે.
ગુરુવારે રાત્રે સુરતના આકાશમાં અનોખો નજારો જોવા મળ્યો હતો. જેને જોઈને સૌ કોઈ હેરાન થઇ ગયા હતા. આ વસ્તુ શું હતી તેવા સવાલો પણ સોશિયલ મીડિયામાં ઉઠ્યા હતા.
ગુરુવારે રાત્રે લગભગ સાડા સાત વાગ્યાના અરસામાં ચંદ્રની બાજુમાંથી ટપકાવાળી લાંબી લાઇન પસાર થતી દેખાતા લોકો અચંબામાં મુકાયા હતા. આ સ્ટાર લિંક છે કે કોઈ યુએફઓ તેવા સવાલો પણ લોકોએ પૂછ્યા હતા.
જુઓ વિડીયો :
કેટલાક લોકોએ પોતાના મોબાઈલમાં આ અદભુત નજારો કેદ પણ કર્યો હતો અને વાયરલ પણ કરી દીધો હતો. સુરતમાં તારાઓની સાંકળ ક્યારેક આકાશમાં ઉપર જતી હતી તો ક્યારેક નીચે આવી રહી હતી. આ ચમત્કારિક ઘટનાનો ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.
એક યુઝરે કહ્યું હતું કે જ્યારે મેં આકાશ તરફ જોયું તો એક લાંબી સાંકળ સાથે તેજસ્વી વસ્તુ જોવા મળી હતી. આ સાંકળમાં ટ્રેનના ડબ્બા જેવી ચમકતી લાઈટો દેખાઈ રહી હતી
સ્ટારલિંક ઈન્ટરનેટ શું છે?
સ્ટારલિંક એ સેટેલાઈટ ઈન્ટરનેટ સેવા છે જે સેટેલાઈટ દ્વારા સીધા જ લોકોને ઈન્ટરનેટ સેવા પૂરી પાડે છે. આ સેવા અમેરિકાની સ્પેસએક્સ કંપની દ્વારા શરૂ કરવામાં આવી છે. સ્ટારલિંકનું નેટવર્ક સેટ કરવા માટે, કંપનીએ વર્ષ 2018 થી સ્ટારલિંક ઉપગ્રહો લોન્ચ કરવાનું શરૂ કર્યું.