ઓલપાડના ગામડાઓમાં દારૂની રેલમછેલ:કોંગ્રેસ પ્રદેશ મહામંત્રીએ અસામાજિક પ્રવૃત્તિ ઉપર અંકુશ લાવવા ગૃહમંત્રીને લખ્યો પત્ર
દારૂબંધી વચ્ચે સુરત જિલ્લા અને ગ્રામ્ય વિસ્તારોમાં દેશી વિદેશી દારૂની રેલમછેલ જોવા મળી રહી છે.સુરતના ઓલપાડ તાલુકાના અનેક ગામમાં ખુલ્લેઆમ પોલીસની આંખ નીચે દેશી વિદેશી દારૂનો વેપલો ઘમઘમી રહ્યો છે.બે દિવસ પહેલાં સ્ટેટ વિજીલન્સની ટીમે કરમલા ગામેથી 21 લાખનો દારૂ ઝડપ્યો હતો.જો કે ત્યાર બાદ પણ હજી ઓલપાડ તાલુકાના કેટલા ગામોમાં દારૂની ભઠ્ઠીઓ ઘમઘમી રહ્યા હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ અગ્રણી દર્શન નાયક ઓલપાડ તાલુકામાં દારૂની પ્રવૃતિ બંધ નહીં થાય તો લોકઆંદોલનની ચિમકી ઉચ્ચારી રાજ્ય પોલીસ વડા અને ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે
સુરતના ઓલપાડ તાલુકાના અનેક ગામમાં ખુલ્લેઆમ પોલીસની આંખ નીચે દેશી વિદેશી દારૂનો વેપલો ચાલી રહ્યો છે. તાલુકામાં ખુલ્લેઆમ ચાલી રહેલી ગેરકાયદેસરની અસામાજિક પ્રવૃત્તિ ઉપર અંકુશ લાવવા માટે રાજ્યના પોલીસવડા વિકાસ સહાય અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીને કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી દર્શન નાયક દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી છે.
પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી તેમજ સહકારી અગ્રન્ની દર્શનનાયક દ્વારા કરાયેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, ઓલપાડ તાલુકાના લવાછા, રભારી, મોર, દાંડી, સાયન્ન, સીવાણ, સોદલા ખારા, કનાજ, સોસક, બ૨બોધન, ફૂડસદ, પિંજરત સહિતના અનેક ગામોમાં દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમે છે આ ઉપરાંત વિદેશી દારૂનું પણ ખુલ્લેઆમ વેચાત્ત કરવામાં આવી રહ્યું છે ઓલપાડ તાલુકામાં ઈંગ્લિશ દારૂની ફેરફેરી અને દેશી દારૂની બનાવટમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ઇંગ્લિશ દારૂનું વેચાણ કાબુબહાર જાય તે પહેલા સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા દારૂના ધંધા સાથે સંકળાયેલા બુટલેગરોને નાથવાની જરૂરિયાત જણાઈ રહી છે. પોલીસ દ્વારા પરિણામલક્ષી કામગીરી કરીને અસામાજિક પ્રવૃત્તિ બંધ ન કરાવવામાં આવે તો આખરે જનહિતમાં લોક આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
બે દિવસ પહેલાં સ્ટેટ વિજીલન્સની ટીમે કરમલા ગામેથી ૨૧ લાખ નો દારૂ ઝડપ્યો હતો
ઓલપાડ તાલુકામાં ગત જાન્યુઆરી ૨૦૨૩માં પણ ગુજરાતની સ્ટેટ વિજિલન્સ ની ટીમે દારૂ પકડી પાડ્યો હતો તેમ જ બે દિવસ પહેલાં તાલુકાના કરમલા ગામ ખાતેથી આશરે ૨૧ લાખ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છેઃસ્થાનિક પોલીસને ખબર નહોતી પડ
ડભારી ગામે ખોડિયાર માતાજી મંદિર પાસેઈંગ્લિશ દારૂનુ વેચાણ
ડભારી ગામે ખોડિયાર મંદિર પાસે અને ઓલપાડ ગામ ખાતે તાલુકા પંચાયત કચેરીની બહાર આજુબાજુના વિસ્તારમાં દેશી દારૂનું વેચાણ તેમજ ખુલ્લેઆમ ડભારી ગામે ખોડીયાર માતાજીનું મંદિર જે ધાર્મિક સ્થાનમાં અનેકહિન્દુઓની આસ્થા જળવાયેલી છે માતાજીની આવી પવિત્ર જગ્યાએ અંગ્રેજ તેમજ દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું હોવાનું પણ જાણવા મળી રહ્યું છે જેથી ધાર્મિક સ્થળની બાજુમાં અસામાજિક પ્રવૃત્તિથી શ્રદ્ધાળુઓની લાગણી પણ દુબઈ રહી છે.