ટીપી સ્કીમ માં ફેરફાર મામલે હાઇકોર્ટે સુરત મનપા કમિશનર શાલીની અગ્રવાલની ઝાટકણી કાઢી

0

સુરત મનપાના લિંબાયત ઝોન દ્વારા ટીપી સ્કીમ નંબર 34 માં અન્ય જમીન માલિકના ઓપન પ્લોટમાં ફાળવાયેલ ફાયનલ પ્લોટનો કબજો અપાવવા માટે આપવામાં આવેલી કબજા ફેરફારની નોટિસને પગલે જે-તે ઓપન પ્લોટના જમીન માલિક દ્વારા હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી. આ પિટિશન અન્વયે હાઇકોર્ટ દ્વારા કબજા ફેરફારની નોટિસના અમલ સામે દાત માગવામાં આવી હતી. હાઇકોર્ટમાં પેન્ડિંગ પિટિશન અન્વયે સુનાવણીની નિર્ધારિત તારીખના એક દિવસ પૂર્વે જ લિંબાયત ઝોન દ્વારા કબજા ફેરફારની નોટિસનો અમલ કરાવી દેવાતાં વિવાદ વકર્યો હતો.અને સુરત મનપા કમિશ્નરએ હાઇકોર્ટની નોટિસ ઉપરવટ જઈ ડ્રાફ્ટ ટાઉન પ્લાનિંગ સ્કીમમાં મળતિયાઓને લાભ કરાવવા ફેરફાર કરતા હાઇકોર્ટે તેમની ઝાટકણી કાઢી છે.

હાઇકોર્ટમાં ઉક્ત પિટિશન અન્વયે સુનાવણી દરમિયાન હાઇકોર્ટ દ્વારા પિટિશનકર્તાના વકીલની રજૂઆત સાંભળ્યા બાદ પિટિશન અન્વયે કોઇ ચોક્કસ નિર્ણય થયો ન હોવા છતાં કબજા ફેરફારની નોટિસના અમલ માટે લિંબાયત ઝોનના અધિકારીઓ દ્વારા કરવામાં આવેલ ઉતાવળને ઘણી ગંભીરતાથી લીધી હતી. પિટિશનરના વકીલની રજૂઆત બાદ હાઇકોર્ટે સુરત મનપા તથા સંબંધિત વિભાગ ઝોનને ફટકાર લગાવી છે.

નોંધનીય છેકે, આ સંપૂર્ણ કાયદાકીય પ્રકરણમાં મનપા કમિશનર દ્વારા પણ એફિડેવિટ રજૂ કરવામાં આવી હતી. પિટિશન અન્વયે સુનાવણી યથાવત હોવા છતાં લિંબાયત ઝોન દ્વારા કબજા ફેરફારની નોટિસનો અમલ કરવામાં ઉતાવળ થઇ હોવાથી હાઇકોર્ટે મનપા તંત્ર તથા મનપા કમિશનરને ફટકાર આપી છે અને આગામી ૬ માર્ચના રોજ પિટિશન અન્વયે વધુ સુનાવણી હાથ ધરાશે.

મનપા તંત્ર અને કબજા ફેરફારની નોટિસનો અમલ કરાવી અન્યના ઓપન પ્લોટમાં ફાયનલ પ્લોટનો કબજો અપાવવામાં રસ ધરાવનાર અધિકારીઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી માટેની ચિમકી પણ આપવામાં આવી હોવાની માહિતી મળી છે. એટલું જ નહીં, મનપા કમિશનર દ્વારા આ પ્રકરણમાં કરવામાં આવેલ એફિડેવિટ કરતા વાસ્તવિક્તા વિપરિત હોવાની ટિપ્પણી સાથે હાઇકોર્ટે નારાજગી દર્શાવી છે.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *