Surat:શિયાળાની ઠંડી સાથે આવી સ્વાદ રસિયા સુરતીઓના પ્રિય પોંકની સીઝન
શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીની શરૂઆત થતા જ જુવારનો પોંક ખાવા માટે પોક રસિયાઓને સળવળાટ થવા માંડે છે. જેથી પોંકની સિઝન આવતા જ શહેરના માર્ગો પર ઠેર ઠેર પોંકના સ્ટોલ જોવા મળે છે.અને સુરતીઓ પણ ફક્ત પોંક જ નહિ પણ તેમાંથી બનતી અનેક વાનગીઓ ખાવાના શોખીન છે ખાસ કરીને પોંક વડા પણ સ્વાદ રસિયાઓ માટે પ્રિય બન્યા છે.
શિયાળો શરૂ થતા જ વાનીની જુવાર પકવતા ખેડૂતોએ પોંકનો ઉતાર કરવાનું શરુ કરીને તેનું વેચાણ શરુ કરી દીધું છે.આ પોંક તૈયાર કરવા માટે ભઠ્ઠી પર જુવારના કણસલાં શેકવામાં આવે છે., જે ને પછી લાકડી મારી મારીને ડૂંડામાંથી દાણા બહાર કાઢે. અને તે સાફ કરવામાં આવ્યા બાદ તેમાં થી પોંક તૈયાર થાય છે.ખાસ કરીને નવેમ્બર મહિનાના અંતથી આ પોંકની સિઝન શરૂ થઈ જાય છે. અને જાન્યુઆરી મહિનાના સુધી આ પોંક ખાવામાં સારો લાગે છે.ત્યાર બાદ પોકમાં સીઝનમા આવે તેવો સ્વાદ રેહતો નથી.
આ પોંકને તીખી, મોળી, લીંબુ મરી વાળી અલગ-અલગ પ્રકારની સેવા અને સાકરીયા ચણા સાથે પોંક લિજ્જત માણવામાં આવે છે. આ ઉપરાંત પોકમાંથી બનતા પોંક વડા પણ લોકો ખુબજ શોખ થી ખાવાનું પસંદ કરે છે. સુરત જિલ્લામાં તૈયાર થતા આ પોંકની સ્વાદ તો દેશ થી દુર વસતા એન આર આઈ ને પણ ખૂબ જ પસંદ હોય તેઓ માટે સુરત થી આ પોંક ને એક્સપોર્ટ કરવામાં આવે છે
આંધળી વાણીના પોંકની શરૂઆત સુરતથી જ થઈ હતી પણ હવે આ મોનોપોલી તુટી રહી છે. સુરતમાં ખેતરો ઘટતા હવે પોંક બારડોલી અને કરજણ, ભરૂચથી પણ આવે છે. ત્યાંના ખેતરોમાં પોંકના જુવારની ખેતી થાય છે.