Surat:કોરોનાના સંકટ વચ્ચે ભાજપ દ્વારા ધારાસભ્યોનો સન્માન સમારોહ

0

 • વનિતા વિશ્રામ ખાતે ૩૦ હજારથી વધુ કાર્યકરો ઉમટશે

ગુજરાત વિધાનસભાની ચુંટણી ઐતિહાસિક સફળતા મેળવ્યા બાદ આગામી ૨૫મી ડિસેમ્બરના રોજ શહેરના વિનતા વિશ્રામ ખાતે સુરત શહેર – જિલ્લાના ધારાસભ્યો – મંત્રીઓના સન્માન સમારોહ પર હવે કોરોના મહામારીના વાદળો ઘેરાયા હોય તેવું ભાંસી રહ્યું છે.

જોકે, હાલની સ્થિતિને જોતા સુરત સહિત સમગ્ર રાજ્યમાં વધુ એક વખત કોરોના મહામારીના સંકટના વાદળો ઘેરાયા છે ત્યારે બીજી તરફ સુરત શહેર ભાજપ દ્વારા હાલમાં નવનિર્વાચિત શહેર – જિલ્લાના તમામે તમામ ધારાસભ્યો અને મંત્રીઓના ભવ્ય સન્માન સમારોહની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.આ સમગ્ર આયોજન અંગે ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરાને જણાવ્યું હતું કે કોરોના ગાઈડલાઈન ને ધ્યાનમાં રાખીને કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.

આગામી ૨૫મી ડિસેમ્બરના રોજ ભારત રત્ન અટલ બિહારી વાજપેયીના જન્મ દિનના પ્રસંગે અઠવા લાઈન્સ ખાતે આવેલ વનિતા વિશ્રામ ખાતે યોજાનારા આ કાર્યક્રમને પગલે હવે તર્ક – વિતર્ક શરૂ થઈ ચુકી છે. અલબત્ત, આ કાર્યક્રમના આયોજન અંગે શહેર ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરાએ જણાવ્યું હતું કે, કાર્યક્રમ દરમ્યાન કોવિડ૧૯ની ગાઈડ લાઈનનું પાલન કરવામાં આવશે અને કાર્યક્રમ દરમ્યાન ઉપસ્થિત રહેનાર પ્રત્યેક કાર્યકરોને અચૂક માસ્ક પહે૨વા માટે જણાવવામાં આવશે.કોવિડ ગાઈડ લાઈનનો ચુસ્તપણે અમલ કરાવવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, સુરત શહેર – જિલ્લાની તમામે તમામ બેઠકો પર ભગવો લહેરાયા બાદ રાજ્ય સરકારમાં સુરતના ત્રણ ધારાસભ્યોને મંત્રી પદ ફાળવવામાં આવ્યું હતું. જેમાં મંત્રી હર્ષ સંઘવી, મુકેશ પટેલ અને પ્રફુલ્લ પાનસેરિયા સહિત અન્ય તમામ ધારાસભ્યોના સન્માન સમારોહની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. જેમાં અંદાજે ૩૦ હજારથી વધુ ભાજપના કાર્યકરો – શહેરીજનો ઉમટી પડે તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે.

 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *