Surat:ચાલતી ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કરી રહેલો યુવાન પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચે ફસાયો: શું થયું યુવાનનું જુઓ સીસીટીવી(video)
સુરત રેલવે સ્ટેશન પર એક મુસાફર ચાલતી ટ્રેનમાં ચડવા જતા પ્લેટફોર્મ અને ટ્રેનની વચ્ચે ફસાયો હતો. જોકે ટ્રેન ઉભી રહી જતા અને પ્લેટફોર્મ પર હાજર આરપીએફ જવાને મુસાફરને બહાર ખેચી લેતા તેનો જીવ બચી ગયો છે. ત્યારે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ જવા પામી છે જે હાલ સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યા છે.
મળતી માહિતી મુજબ સુરત રેલ્વે સ્ટેશન પ્લેટફોર્મ નંબર એક ઉપર સાંજના પાંચ વાગ્યાના સમય ટ્રેન આવતાની સાથે એક એક મુસાફર દોડતા દોડતા ચાલુ ટ્રેનએ ચડવાની કોશિશ કરી રહ્યો હતો. જોકે તેનો પગ લપસી જતા તે પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચે ફસાઈ ગયો હતો. પેસેન્જર એ પોતાનો જીવ બચાવવા માટે ટ્રેનનું દરવાજા પર લાગેલ હેન્ડલ પકડવાની પણ કોશિશ કરી હતી. અને આ ઘટના જોઈ પ્લેટફોર્મ પર હાજર લોકો અને આરપીએફ જવાન મુસાફરને બચાવવા માટે દોટ મૂકી હતી.
પ્લેટફોર્મ અને ટ્રેનની વચ્ચે ફસાયેલ મુસાફર પોતાનો જીવ બચાવવા સંઘર્ષ કરી રહ્યો હતો અને સદનસીબે તે જ સમયે ટ્રેનના પૈડા થંભી જતા સ્ટેશન પર હાજર આરપીએફ જવાન અને સ્થાનિક લોકોની મદદ વડે મુસાફરને બહાર ખેંચવામાં આવ્યો હતો. જેને કારણે તેનો જીવ પામ્યો છે.
અકસ્માતની આ આખી ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ જવા પામી હતી. જેમાં મુસાફર પ્લેટફોર્મ અને ટ્રેનની વચ્ચે ઘસરતો દેખાય છે. અને પ્લેટફોર્મ પર હાજર આર પી એફ જવાન સહિત અન્ય લોકો પણ મુસાફરને બચાવવા માટે દોડી આવતા જોવા મળે છે. હાલ તો આ ઘટનામાં મુસાફરનો જીવ બચ્યો છે પરંતુ તંત્ર દ્વારા અવારનવાર લોકોને ચાલુ ટ્રેન એ મુસાફરી ન કરવા અને નિયમોનું પાલન કરવા માટે અપીલ કરવામાં આવે છે. જો કે તેમ છતાં પબ્લિક નિયમોનો ભંગ કરી આવા અકસ્માતો ને નોતરું આપે છે.