સ્માર્ટ સિટી સુરત બનશે ઈ વ્હિકલ સિટી:ઇલેક્ટ્રિક વાહનોની ખરીદીમાં નંબર વન
સોલાર પેનલમાં સમગ્ર રાજ્યમાં સુરતનો ક્રમાંક અવ્વલ આવ્યો હતો અને ત્યાર બાદ બાદ ઇલેક્ટ્રિક વાહનોમાં પણ સુરત શહેર નંબર વન બન્યું છે. સુરતના આરટીઓમાં 12171 વાહનો નોંધાયા છે જેની 27.19 કરોડ રૂપિયાની સબસીડી પણ ચૂકવવામાં આવી છે.
પ્રદૂષણ ઓછું થાય અને ઈંધણનો વપરાશ ઘટે તે માટે ઇલેક્ટ્રીક વાહન લોકો ખરીદે તેમ પર સબસીડી આપવામાં આવે છે. વર્ષ 2022ના વર્ષમાં રાજ્યમાં સૌથી વધુ ઇલેક્ટ્રિક વાહનોના રજીસ્ટ્રેશન સુરત આરટીઓ ખાતે થયા છે. જાન્યુઆરી 2022 થી 31 માર્ચ 2022 સુધીમાં 12171 વાહનો આરટીઓ કચેરી સુરત ખાતે રજિસ્ટર થયા છે. જેમાં સૌથી વધુ 9737 ઇલેક્ટ્રિક મોટર સાયકલનું રજિસ્ટ્રેશન થયું છે. જ્યારે બીજા નંબરે ઇલેક્ટ્રિક કાર 1825 નોંધાય છે અને ઇલેક્ટ્રીક ઓટો રીક્ષા 609 નોંધાય છે.
ઉલ્લેખનીય છેકે આ નોંધાયેલા વાહનોને સબસિડી પેટે 19લાખ 98 હજાર 600 રૂપિયાચૂકવવામાં આવ્યા છે. જે સબસીડી ચૂકવવામાં પણ સુરત આરટીઓ કચેરી સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમાંકે આવે છે. ઇન્ચાર્જ આરટીઓ અધિકારી મેહુલ ગજ્જરે જણાવ્યું હતું કે અમારા દ્વારા શહેરીજનો મહતમ ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ કરે જેથી પ્રદુષણ ઘટે અને ઈંધણનો ઉપયોગ પણ ઓછો થાય. સાથો સાથ પ્રયાસો પણ એવા રહે છેકે વાહન રજિસ્ટર થાય અને ગણતરીના દિવસોમાં તેને સબસીડી મળે તેવું આયોજન થાય.