Surat : સરોલી પોલીસે 475 ગ્રામ પ્રતિબંધિત ચરસ સાથે એકને પકડી પાડ્યો
સુરતની(Surat ) સરોલી પોલીસે 475 ગ્રામ પ્રતિબંધિત ચરસ સાથે ઈંદોરના એક ઈસમને ઝડપી પાડ્યો છે. વધુમાં મળતી માહિતી પ્રમાણે મધ્યપ્રદેશ ઇન્દોર ખાતેથી તે ડ્રગ્સની ડિલિવરી કરવા માટે સુરત આવી રહ્યો હતો. ત્યારે નિયોલ ચેકપોસ્ટ પાસે ચેકિંગમાં રહેલી સુરત પોલીસે આ આરોપીને પકડી પાડ્યો હતો. આરોપી પાસેથી 475 ગ્રામ ચરસ મળીને કુલ રૂ.79,250 નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.
જોકે આ ચરસ કોણે મંગાવ્યું હતું અને કોની પાસેથી તે આ ચરસ લાવ્યો છે તે બાબતે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
આ સમાચાર હજી અપડેટ થઇ રહ્યા છે.