Surat માં તા. ૧૧મીએ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન

0

દેશવિદેશના પતંગબાજોના અવનવા પતંગોના કરતબો માનવાના અદભૂત અવસરનો લાભ લેવાની સોનેરી તક

અડાજણ રિવર ફ્રન્ટ પાસે આયોજીત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં દેશવિદેશના પતંગબાજો ભાગ લેશે

આગામી તા. ૧૧મી જાન્યુઆરીએ અડાજણ રિવરફન્ટ બાજુના પ્લોટ, જુનો અડાજણ રોડ ખાતે સુરત શહેરની ઉત્સવપ્રિય અને પતંગપ્રિય જનતા માટે પંતગ મહોત્સવનું આયોજન કરાયું છે. રાજ્ય પ્રવાસન વિભાગ અને જિલ્લા વહીવટ તંત્ર તેમજ મહાનનગર પાલિકાના સંયુક્ત ઉપક્રમે યોજાનાર આ પતંગ મહોત્સવને સફળ બનાવવા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જિલ્લા કલેક્ટરશ્રી આયુષ ઓકના અધ્યક્ષ સ્થાને આજે કલેક્ટર કચેરી ખાતે યોજાયેલ બેઠકમાં કલેક્ટરશ્રીએ પૂર્વ તૈયારીઓ અને તેના સુચારા આયોજન અંગે જુદા-જુદા વિભાગોને સોંપાયેલી જવાબદારીઓ અને ફરજો સંદર્ભે કામગીરીની સમિક્ષા કરી હતી.તેમજ મહોત્સવને સફળ બનાવવા અંગે ઉપયોગી માર્ગદર્શન સહિત જરૂરી સૂચનાઓ આપી હતી.

આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટરશ્રી વાય.બી.ઝાલા, સીટી પ્રાંત સુરત નાયબ કલેક્ટરશ પરજી.વી.મિયાણી, મનપા નાયબ કમિશ્નર ગાયત્રી જરીવાલા, સિનિયર પ્રવાસન અધિકારી તુલસી હાંસોટી, ગુજરાત પ્રવાસન નિગમ લિ.ગાંધીનગરના નોડલ અધિકારી અને ઝોનલ ઇજનેરશ્યામલ પટેલ ઉપરાંત સંબંધિત વિભાગના અમલીકરણ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં જણાવ્યા મુજબ તા.૧૧ મી જાન્યુઆરીએ અડાજણ રિવરફન્ટ બાજુના પ્લોટ,જુનો અડાજણ રોડ ખાતે યોજાનારા આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં દેશ વિદેશના પતંગબાજો ભાગ લેશે

પતંગબાજોને લઇને ગ્રાઉન્ડ પર તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. આ મહોત્સવથી દેશવિદેશના પતંગબાજોના અવનવા પતંગોના કરતબો માનવાના અદભૂત અવસરનો લાભ લેવાની સોનેરી તક મળી રહેશે. આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ પ્રસંગે ગુજરાત સહિત દેશભરના વિવિધ રાજ્યો તેમજ દેશવિદેશના પતંગબાજોઉપરાંત ભારતમાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓ પણ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ મહોત્સવમાં સહભાગી બનશે.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *