તો દિવાળી પહેલા શરૂ થઈ જશે ડાયમંડ બુર્સ ? 21 નવેમ્બરની તારીખ લગભગ ફાઇનલ

0

l

સુરત શહેરનાં હીરા ઉદ્યોગનાં વિકાસ માટે બુસ્ટર ડોઝ સાબિત થનારા ડાયમંડ બુર્ઝના ઉદ્ઘાટનનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ચુક્યું છે. આજે ડાયમંડ બુર્સની કમિટીના સભ્યો નવી દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ડાયમંડ બુર્સના ઉદ્ઘાટનનું નિમંત્રણ આપવા માટે પહોંચ્યા હતા. બપોર બાદ તેઓ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરશે અને ત્યારબાદ સંભવતઃ ડાયમંડ બુર્સના ઉદ્ઘાટનની તારીખની સત્તાવાર જાહેર કરવામાં આવશે.
ખજોદ ખાતે 1.48 લાખ ચોરસ મીટરમાં ફેલાયેલ ડાયમંડ બુર્સને તૈયાર કરવામાં 2500 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. 68 લાખ ચોરસ ફુટનું ક્ષેત્રફળ ધરાવતી આ ઈમારતમાં દુનિયાભરના હીરાના વેપારીઓ વર્ષેદહાડે બે લાખ કરોડ રૂપિયાનો હીરોનો વેપાર કરશે. અલબત્ત, છેલ્લા કેટલાક સમયથી ડાયમંડ બુર્સના ઉદ્ઘાટન માટેની તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી હતી અને જેના ભાગરૂપે જ આજે ડાયમંડ બુર્સ સાથે સંકળાયેલા કમિટીના સભ્યો નવી દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રૂબરૂ આમંત્રણ પાઠવવા માટે રવાના થયા છે.

ડાયમંડ નગરી તરીકે પ્રસ્થાપિત સુરત શહેરના વિકાસ માટે માઈલ સ્ટોન સાબિત થનારા ડાયમંડ બુર્સના ઉદ્ઘાટન સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સવિશેષ ઉપસ્થિતિને ધ્યાને રાખીને નવી દિલ્હી પહોંચેલા કમિટીના સભ્યો દ્વારા આજે બપોરે બે વાગ્યા બાદ તેમની સાથે મુલાકાત કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા હવે આ ઉદ્ઘાટન પ્રસંગ માટે જે તારીખ ફાળવવામાં આવશે તેની જાહેરાત કરવામાં આવ્યા બાદ ભવ્ય કાર્યક્રમના આયોજનની તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવશે. અમેરિકાના પેન્ટાગોન કરતાં વધારે ક્ષેત્રફળ ધરાવતાં અને દુબઈના બુર્જ ખલીફા કરતાં વધુ કોન્ક્રીટના ઉપયોગ સાથે તૈયાર કરવામાં આવેલ ડાયમંડ બુર્સના ઉદઘાટનની હીરા ઉદ્યોગપતિઓ દ્વારા પણ કાગડોળે રાહ જોવામાં આવી રહી છે ત્યારે હવે સંભવતઃ દિવાળી પૂર્વે ડાયમંડ બુર્સ ધમધમતું થઈ જશે.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *