Surat: મનપા વોલ્વો કંપની પાસેથી ખરીદશે ૧૫૦ ઈ-બસ

0

પર્યાવરણની જાળવણીના ભાગરૂપે Surat મહાનગર પાલિકા દ્વારા અનેક અભિયાનો ચલાવવામાં આવે છે. મનપા દ્વારા આપવામાં આવતી માસ ટ્રાન્સપોર્ટેશનની સુવિધામાં ઈ-પણ છેલ્લા ઘણા સમયથી શરૂ કરવામાં આવી છે. સુરત મહાનગર પાલિકા દ્વારા સુરત શહેરમાં તબક્કાવાર ૪૫૦ ઇ-બર્સો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ તબક્કામાં મનપાને ૧૫૦ ઈ-બસ દોડાવવાનું આયોજન કર્યું હતું જે પૈકીની ૭૫ બસો હાલશહેરમાં ચાલી રહી છે અને અન્ય ૭૫ બસ ઓક્ટોબર માસ સુધીમાં મનપાને મળી જશે.

તે ઉપરાંત હવે બીજા તબક્કાની વધુ ૧૫૦ ઈ-બસ માટે મનપા દ્વારા વોલ્વો કંપની સાથે ૫ બસકરાર કરી દેવાયો છે. સીઇએસએલ દ્વારા ગ્રાન્ડ ચેલેન્જ અંતર્ગત સુરત, દિલ્હી, બેંગ્લોર, હૈદરાબાદ, કલકત્તા મળી ૫ શહેરની ફેમ-૨ હેઠળ કુલ ૫૪૫૦ ઇલેકટ્રીક બસની એકત્રિત ડિમાન્ડ માટે સંયુક્ત ટેન્ડર બહાર પડાયા હતા. જે મુજબ સુરતને ૧૫૦ બસ માટે કન્વરર્જન્સ એનર્જી સર્વિસ લિમિટેડ (સીઇએસએલ) તરફથી ભલામણ કરતા સુરત માટે મીનીમમ ૩૫.૦૯ કિ.મી પ્રતિ કિ.મીના ભાવે ૧૨ વર્ષ સુધી ઓપરેશન મેઇનટેઇન્સ કરવા માટે ઇજારદારે તૈયારી દર્શાવી હતી. કંપની સાથે કરાર થયા મુજબ પ્રતિ કિલોમીટર ૩૫ રૂપિયાનો ભાવ છે તેના કારણે ૧૨ વર્ષમાં આ બસ માટે ૩૬૫ રૂપિયાનો ખર્ચ થાય છે. પરંતુ કેન્દ્ર સરકાર તરફથી પ્રતિ કિલોમીટર સુરત મનપાને પાલિકાને ૨૫ રૂપિયાની સબસીડી મળશે. જેથી મનપાને બસ માત્રરૂ.૧૦ પ્રતિ કિલોમીટર પર મળશે.

૧૨ વર્ષ માટે વીઇ કોમર્શિયલ લિ. ને કોન્ટ્રાક્ટ આપવામાં આવશે. નોંધનીય છે કે, મનપા દ્વારા અગાઉ ડીસેમ્બર-૨૦૧૯માં ઇવે ટ્રાન્સ પ્રા. લિ. ને ૧૫૦ ઇલે. સપ્લાય અને ૧૦ વર્ષ માટે ઓપરેશન હેતુ પ્રતિ કિ.મી. ૫૫.૨૬ રૂપિયાના ભાવે કોન્ટ્રાક્ટ સોંપ્યો છે. જોકે, ઇજારદાર અત્યાર સુધી માત્ર ૭૫ બસો સપ્લાય કરી શક્યું છે. ડીસેમ્બર-૨૦૨૧માં મનપા દ્વારા ગ્રીનસેલ મોબિલિટી પ્રા. લિ.-મુંબઇને પ્રતિ કિ.મી. રૂા. ૪૮.૮૭ના ભાવે ૧૫૦ ઇલે. બસ સપ્લાય કરી ૧૦ વર્ષ માટે ઓપરેટ કરવાનો કોન્ટ્રાક્ટ સોંપ્યો છે.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *