SURAT: નવી સિવિલ હોસ્પિટલમાં સેવારત ઇન્ટર્ન ડોક્ટર્સ ટપકતી છતથી પરેશાન

0

રાજ્ય સરકાર સંચાલિત સુરત નવી સિવિલ હોસ્પિટલ અનેકવાર કોઈના કોઈ કારણે વિવાદમાં ઘેરાતી રહે છે.ત્યારે હવે દર્દીઓની સાથે સાથે સિવિલના ડોકટરો પણ સિવિલ હોસ્પિટલની અસુવિધાઓ સામે લાચાર બન્યા છે. નવી સિવિલ કેમ્પસની સરકારી મેડિકલ કોલેજના તંત્રવાહકોની ગંભીર લાલિયાવાડી કારણે ઇન્ટર્ન ડોક્ટર્સ પણ છતમાંથી સતત ટપકતા વરસાદીપાણીના માહોલમાં રહેવા મજબૂર બન્યા છે.

 પાણીથી બચાવવા ચોપડા રસોડામાં મૂક્યા, વાંચવા માટે રૂમમાં તાડપત્રી બાંધવાની નોબત

સુરત નવી સિવિલ હોસ્પિટલ સંલગ્ન સરકારી મેડિકલ કોલેજ પ્રશાસનની લાલિયાવાડીને લીધે ઇન્ટર્ન ડોક્ટર્સ દયનીય અવસ્થાનો સામનો કરી રહ્યા છે. ત્રણેક માસ અગાઉ જર્જરિત હોસ્ટેલમાંથી એપી ક્વાર્ટર્સમાં શિફ્ટ કરાયેલા ૫૦થી વધુ ઇન્ટર્ન ડોક્ટર હાલ વરસાદી મોસમમાં છતમાંથી સતત ટપકતા પાણી વચ્ચે રહેવા મજબૂર બન્યાં છે. ઇન્ટર્ન ડોક્ટરોએ છતમાંથી ટપકતા વરસાદી પાણીથી ભીંજાતા ચોપડા બચાવવા માટે રસોડામાં મૂક્યા છે. જ્યારે આગામી મહિનામાં આવી રહેલી પરીક્ષાની તૈયારી માટે તેઓ રૂમમાં તાડપત્રી બાંધી વાંચન કરી રહ્યાં છે.

જાણવા મળતી માહિતી મુજબ ત્રણેક માસ અગાઉ આ ઇન્ટર્ન ડોક્ટરોને યુજી હોસ્ટેલમાંથી એપી ક્વાર્ટર્સના બે બ્લોકમાં શિફ્ટ કરાયા હતા. તે સમયે જ અહીંના રૂમોની હાલતથી કોલેજ પ્રશાસનને વાકેફ કરાયા હતા. પરંતુ કોઈપણ પ્રકારના મેન્ટેનન્સ વગર ઇન્ટર્ન ડોક્ટરોને એપી ક્વાર્ટર્સમાં શિફ્ટ કરી દેવાયા હતા. ત્યારબાદ ચોમાસાના શરૂઆત થતાં જ અહીની તમામ રૂમોમાં વરસાદી પાણી ટપકવાનું શરુ થયું હતું. તેમ છતાં જાણે કોલેજ પ્રશાસન તરફથી કોઈ ધ્યાન આપવામાં આવ્યું ન હોઈ ઇન્ટર્ન ડોક્ટર્સ હોસ્પિટલમાં તેમની ડ્યૂટી પૂર્ણ કરી હોસ્ટેલમાં આવે છે ત્યારે સૌ પ્રથમ રૂમોમાં ટપકેલુ પાણી સાફ કરવું પડે છે.

વધુમાં જાણવા મળ્યું હતું કે છેલ્લા દસ-પંદરથી વરસાદ કારણે તેઓ ભારે હેરાન-પરેશાન થાય છે. વરસાદને છતમાંથી ટપકતા પાણીથી તેમના કપડા અને બેડ તમામ ભીના થઈ જાય છે. જેને લીધે સમયસર કપડા સુકાય માટે હિટર નો ઉપયોગ કરે છે.અને ડ્યૂટી પર જાય ત્યારે એક રૂમમાં હીટર ઓન કરી તેની આજુબાજુમાં ભીના થયેલા બેડ સુકાવવા માટે મૂકી રાખે છે. બધી તકલીફને લીધે તેઓ વાંચવામાં કે ડ્યૂટીમાં બરાબર ધ્યાન આપી શકતા નથી.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *