SURAT: આઝાદીના લડવૈયાઓને યાદ કરી અનોખી રીતે જન્માષ્ટમીની ઉજવણી

0

SURAT: 75 માં આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત દેશભરમાં હર ઘર તિરંગા ઘર ઘર તિરંગા નું આયોજન કરવામાં આવ્યું હતું અને દરેક લોકો દેશભક્તિના રંગે રંગાયા હતા. દરેક લોકોએ પોતપોતાની રીતે અવનવી રીતે આઝાદીના પર્વની ઉજવણી કરી હતી ત્યારે 15 ઓગસ્ટ બાદ તરત જ આવેલા કૃષ્ણ જન્માષ્ટમીના તહેવારમાં પણ દેશભક્તિ, અને દેશપ્રેમ અલગજ અંદાજ માં જોવા મળ્યો હતો.સુરતના એક યુવક મંડળ દ્વારા આઝાદી થી લઇ અત્યાર સુધી શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ સાથેની થીમ પર કૃષ્ણ પંડાલ તૈયાર કરવામાં આવ્યો હતો અને જન્માષ્ટમીનિ ભાવભેર ઉજવણી કરાય હતી.

આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે સુરતના ઉધના વિસ્તારમાં આવેલ સાઈ દર્શન સોસાયટીમા યુવક મંડળ દ્વારા ફ્રીડમ ફાઈટર્સ એટલે કે આપણી આઝાદીના લડવૈયા ની થીમ સાથે કૃષ્ણ પંડાલ તૈયાર કરવામાં આવ્યો હતો. જેમાં ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, વીર ભગતસિંહ, સહિતના તમામ આઝદીના લડવૈયા અને આઝાદી બાદ થયેલા પુલવામા અટેક,પઠાણકોટ અટેક સહિતના આતંકવાદી હુમલામાં શહીદ થયેલા તમામની તસવીરો રાખી શ્રદ્ધાંજલિ સાથે કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી.

દર વર્ષે સુરતની વિવિધ રહેણાંક સોસાયટીઓમાં સાર્વજનિક જન્માષ્ટમીનું  ધામધુમ પુર્વક આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે આઝાદીના ૭૫ માં વર્ષની ઉજવણી સાથે કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી કરી દ્શ્ભક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પડ્યું હતું,.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *