ડેટા એન્ટ્રીના નામે લોકોના ગજવા ખંખેરવાનો ગોરખધંધો : રાંદેરના કોલ સેન્ટર પર પોલીસના દરોડા

0
Police raids on Rander's call center: Scam to rob people in the name of data entry

Police raids on Rander's call center: Scam to rob people in the name of data entry

શહેરના અડાજણ(Adajan) વિસ્તારમાં ગુજરાત ગેસ સર્કલ પાસે આવેલ શાંકુતલ કોમ્પ્લેક્ષમા પોલીસે દરોડા પાડ્‌યા હતા. પોલીસે ઓફિસની અંદર ધમધમતા કોલ સેન્ટરને ઝડપી પાડ્‌યું હતું. પોલીસે ઓફિસમાંથી કાદિર સૈયદ સહીત કુલ છ ની ધરપકડ કરી હતી. આ ઉપરાંત પોલીસે અલગ અલગ મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રાંદેર પોલીસના જણાવ્યા મુજબ પીઆઈ એ.એસ.સોનારાની સુચના અને માર્ગદર્શન હેઠળ સર્વલન્સ સ્ટાફના મામણો પેટ્રોલીંગમાં હતા તે વખતે મળેલી બામતીના આધારે અડાજણ ગુજરાત ગેસ સર્કલ પાસે શાંકુતલ કોમ્પ્લેક્ષમાં રેડ પાડી કોલ સેન્ટર ઝડપી પાડ્‌યું હતું. પોલીસે કોલ સેન્ટર સંચાલક કાદીર ઉર્ફે ગુડુ મુનાવર સૈયદ (રહે, મદારીવાડ વરીયાળી બજાર) તેમજ ત્યાં કામ કરતા ઉષા ઉર્ફે બુસેન ઉર્ફે નીનુ મોહમદ હનીફ શેખ (રહે, પટેલ પેલેસ બડેખાચકલા), સુફીયાન અયાઝ હુસૈન અંસારી (રહે, સંસ્કાર ટેનામેન્ટ રાંદેર), રીઝવાન નુરમોહમદ ખાન (રહે, કોસાડ આવાસ), સામીયા ઈસ્માઈલ રઝાક શેખ ( બડેખા ચકલા અને આયશા સાજીદ ઈકબાલ ખોખર (રહે, મદની ઍપાર્ટમેન્ટ કતારગામ દરવાજા)ની ધરપકડ કરી હતી.

પ્રાથમિક તપાસમાં આરોપી કાદીર ઉર્ફે ગુડ્ડ સૈયદ ગુગલ સર્ચમાંથી ક્યુઆર માર્કેટ પેલેસ માંથી પૈસા ભરી ગ્રાહકોને મોબાઈલ નંબર તથા ઈમેઈલ આઈડીની માહિતી મેળવી ગ્લોબલ એક્ષ્પોટ ટેક્નોલોજી વેબસાઈટની લીંક વોટ્‌સઅપ મારફતે મોકલી આ વેબસાઈટ ઉપર ડેટા એન્ટ્રીને લાગતા કામની માહિતી તથા તેઓની કંપનીના મેઈલ આઈડી અને કસ્ટમર કેર નંબર, કોન્ટ્રાક ફોર્મને લાગતી માહિતી ડેટા એન્ટ્રી કરાવતો. જે કામના બદલામાં 80થી 85 ટકા ચોકક્સાઈ આવે તે રીતે ગોઠવણ કરી હતી. અને કોન્ટ્રાકમાં 90 ટકા આવે તો જ પૈસા આપવાના અને કોન્ટ્રાકનો ભંગ થાય તો રૂપિયા 5500 ચુકવાના તેવુ કોલીંગમાં ગ્રાહકોને જણાવી ગ્રાહકોના સોફ્‌ટવેરના સેટીંગના આધારે 80થી 85 ટકા સુધી વર્ક એક્યુરીસી બતાવતા હોય છે. કોલ સેન્ટરનો માલીક કાદીર ગ્રાહકોને કોલ કરી કોન્ટ્રાકટ ભંગના પૈસા માંગતા અને જો પૈસા ન આપે તો એફઆરઆઈ કરવાની બીક બતાવી ગ્રાહકો પાસેથી 20 થી 25 હજાર જેટલી રકમ તેમના ખાતમાં ટ્રાન્સફર કરાવી ગ્રાહકો સાથે છેતરપિંડી કરતો હતો. પોલીસે તમામની સામે ગુનો દાખલ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *