હાર્ટ એટેકથી યુવકના મોતની વધુ એક ઘટના: ઓલપાડના નરથાણા ગામે ક્રિકેટ રમતા 32 વર્ષીય યુવકનું મોત

0

સુરત જિલ્લામાં ફરી એક યુવકનું ક્રિકેટ રમ્યા બાદ હૃદય રોગના હુમલાને કારણે મોત નીપજ્યું છે.થોડા દિવસ પહેલા સેલુતના યુવાનનું પણ મોત નીપજ્યું હતું હાર્ટ એટેકથી યુવાનના મોતની વધુ એક ઘટના

ઓલપાડના નરથાણના યુવાનનું ક્રિકેટ રમતા રમતા અચાનક મોત થયું છે.ઓલપાડ તાલુકાના નરથાણ ગામનો આહિર સમાજનો આશાસ્પદ યુવક મિત્રો સાથે તાલુકાના કાછોલ ગામે ક્રિકેટ રમવા માટે ગયો હતો. જ્યાં આ યુવકને હાર્ટ એટેકનો હુમલો આવતાં તેનું હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમ્યાન કરૂણ મોત થયું છે. યુવાનના અચાનક મોતથી તેની પત્ની, એક પુત્ર, પુત્રી સહિતનો પરિવાર અને આહિર સમાજ ઘેરા શોકમાં ગરકાવ છે.

એક મહિના અગાઉ ઓલપાડ તાલુકાના સેલુત ગામે ક્રિકેટ રમતા કિશન પટેલ નામના યુવકનું હ્રદયરોગના હુમલાથી કરૂણ મોત થવાના દુઃખદ સમાચારના અશ્રુ હજુ સુકાઈ તે પહેલા જ તાલુકામાં બીજા એક યુવક ક્રિકેટરનું હ્રદયરોગ હુમલામાં મોત થયું છે. ઓલપાડ તાલુકાના નરથાણ ગામે આહિર વ્યવસાય સાથે સંકળાયેલો નિમેષ રમેશ આહિર (ઉ.વર્ષ.૩૨) રવિવારના રોજ રજા હોવાથી ગામના મિત્રો સાથે તાલુકાના કાછોલ ગામે ક્રિકેટ મેચ રમવા ગયો હતો. મેચમાં નિમેષ આહિરે ૧૪ બોલમાં ૪૨ રન ફટકારી શાનદાર દેખાવ કર્યો હતો, તે ફિલ્ડિંગ ભરી રહ્યો હતો તે વખતે બપોરેતેને અચાનક છાંતીમાં દુઃખાવો થયો હતો અને ચક્કર આવવાથી તે મેદાનમાં ઢળી પડ્યો હતો. જેથી તેના બે મિત્રો ત્વરિત તેને મો.સા. ઉપર વચ્ચે બેસાડી નરથાણ ગામે ઘરે લાવ્યા હતા. જ્યાંથી પરિવારજનોએ નિમેષને કારમાં બેસાડી સુરત શહેરની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા. નિમેષને હાર્ટ એટેક આવ્યો હોવાનું તબીબે જણાવી સારવાર શરૂ કરતાની સાથે જ તેનું કરુણ મોત નીપજ્યું હતું.

ઉલ્લેખનીય છે કે સુરતમાં ક્રિકેટ રમ્યા બાદ મોત થયાના ત્રણ બનાવો બન્યા છે. અગાઉ પણ ઓલપાડમાં પ્રશાંત ભારોલીયા અને વરાછાના યુવકનું ક્રિકેટ રમીને ઘરે પરત આવ્યા બાદ ગભરામણ થઈ જતા હોસ્પિટલમાં લઇ જવામાં આવતા બંનેના સારવાર દરમિયાન મોત નીપજ્યા હતા..

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *