સુરત રેલવેના ઇન્ફોર્મેશન ડિસ્પ્લે પર “જય શ્રી રામ” લખેલો વિડીયો વાયરલ

0
The video of "Jai Shri Ram" written on the information display of Surat Railway went viral

The video of "Jai Shri Ram" written on the information display of Surat Railway went viral

તાજેતરમાં જ રેલવેના (Railway) ઇન્ફોર્મેશન ડિસ્પ્લે પર ‘જય શ્રીરામ’ લખેલો સુરત રેલવે સ્ટેશનનો વિડીયો વાયરલ થયો છે. જેમાં જોઈ શકાય છે કે સુરત રેલવે સ્ટેશન પર ટ્રેનની વિગતો દર્શાવતા બોર્ડની ઉપરની તરફ હિન્દીમાં ‘જય શ્રીરામ’ લખ્યું છે. થોડી જ વારમાં સંસ્કૃત શ્લોક ‘ધર્મો રક્ષિત રક્ષિત:’ લખેલું આવે છે..આ પછી થોડા સમય બાદ ‘એક હી નારા, એક હી નામ, જય શ્રીરામ’ પણ લખાય છે. વિડીયો સુરત સ્ટેશનની બહાર લાગેલા ઇન્ફોર્મેશન બોર્ડનો જોવા મળી રહ્યો છે. જોકે, આ વિડીયો ચોક્કસ કયા સમયે શૂટ કરવામાં આવ્યો અને કોણે શૂટ કર્યો તેની જાણકારી મળી શકી નથી..હાલ સોશિયલ મીડિયામાં આ વિડીયો ખુબ વાયરલ થઇ રહ્યો છે.

ટ્વીટર પર એક યુઝરે આ વિડીયો શેર કર્યો છે. અને લખ્યું છે કે સરકારી સંપત્તિ પર આ રીતે ધાર્મિક મંત્ર લખવું કેટલું યોગ છે. આવી હરકત માહોલ બગાડવાનો પ્રયત્ન છે. જોકે આ વિડીયો પર અનેક પ્રતિક્રિયાઓ પણ આવી રહી છે.

 

નોંધ : આ વિડીયો વાયરલ છે. Imagine Surat તેની પુષ્ટિ કરતું નથી.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *