સચિનમાં ગર્ભવતી મહિલાની હત્યા કરાયેલી લાશ મળી: ઓળખ છુપાવવા મોઢું છુંદી લાશને ઝાડી ઝાંખરીમાં ફેંકી

સચિન નવસારરી રોડ સ્થિત બાબા હોન્ડા શો-રૂમ સામે આવેલી બાવળિયાની ઝાડી ઝાંખડીમાંથી આશરે ૩૦ થી ૪૦ વર્ષીય અજાણી મહિલાની હત્યા કરાયેલી લાશ મળી આવી છે.બાદ પુરાવાનો નાશ કરવા માટે મોઢું છૂંદી હત્યા કરી નાંખી લાશને બાવડીમા ફેંકી દેવામાં આવી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.ઘટના અંગે પોલીસને જાણ થતાં લાશને પીએમ અર્થે ખસેડવામાં આવી હતી.જ્યા પીએમ કરવામાં આવતાં મૃતક મહિલાને ૬ થી ૭ માસનો ગર્ભ હોવાની વિગત સામે આવી છે.
સચિન પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી નવસારી રોડ સ્થિત વિગત મુજબ સચિન બાબા હોન્ડા શો-રૂમની સામે આવેલી બાવળિયાની ઝાડી ઝાંખડીમાંથી તા. ૨૭/૨/૨૩ની સાંજે આશરે ૩૦થી ૪૦વર્ષીય અજાણી મહિલાની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. સ્થાનિક દ્વારા જાણ કરવામાં આવતાં સચિન પોલીસ બનાવ સ્થળે પહોંચી હતી. મૃતક મહિલાએ શરીરે કાળા કલરનું બ્લાઉઝ, લાલ અને સોનેરી કિનારી વાળી કાળા કલરની સાડી તથા વાદળી કલરનો ચણીયો પહેરેલો હતો. આ ઉપરાંત શરીરના ભાગે વીંછી, ફૂલઝાડ અને સીડી જેવા છૂંદણાં બનાવેલા હતા. આસપાસ પૂછપરછ કરતાં પ્રાથમિક તબક્કે મહિલાની કોઈ જ ઓળખ થઈ ન હતી. જેનાં પગલે સચિન પોલીસે મૃતક મહિલાની લાશને પીએમ માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી હતી.
પ્રાથમિક અનુમાન મુજબ મહિલાને માથાનાં ભાગે ગંભીર ઈજા પહોંચાડી મોત નિપજાવ્યાં બાદ પુરાવાનો નાશ કરવા તેમજ ઓળખ છુપાવવા માટે હત્યા બાદ મોઢું છૂંદી નાંખી લાશને ઝાડી ઝાંખડીમાં ફેંકી દેવામાં આવી હોવી જોઈએ. ગતરોજ આવેલાં પીએમ રિપોર્ટ મુજબ તેણી ૬ થી ૭ માસનો ગર્ભ ધરાવે છે. હાલ સચિન પોલીસે હત્યાનો ગુનો નોંધી અજાણ્યા હત્યારાનું પગેરું શોધવા ઉપરાંત મૃતકની મેળવવા માટેની તજવીજ હાથ
છે.