National: વીએચપીની ફરિયાદથી દિલ્હીમાં થનારો મુનાવ્વર ફારુકીનો શો આખરે રદ્દ કરાયો

0

પોલીસના લાઈસન્સ યુનિટે મુનાવ્વર ફારુકીની રિક્વેસ્ટને ફગાવી દીધી છે. કોમેડિયને દિલ્હીમાં પરફોર્મ કરવા માટે પરમિશન માંગી હતી. તેમનો શો ૨૮ ઓગસ્ટ ૨૦૨૨ના રોજ દિલ્હીના સિવિક સેન્ટરમાં થવાનો હતો. આ અગાઉ સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ પોલીસે યુનિટને રિપોર્ટ સોંપતા કહ્યું હતું મુનાલ્વરના શોથી ‘વિસ્તારમાં સાંપ્રદાયિક સૌહાર્દ પર અસર પડશે.‘ વિશ્વ હિન્દુ પરિષદે દિલ્હી પોલીસને પત્ર લખીને મુનાવ્વરના શોને રદ કરવાની માંગણી કરી હતી. તેમણે કહ્યું હતું કે જો આ શો થયો તો વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના સભ્યો તે અંગે વિરોધ કરશે. આ લેટર વિશ્વ હિન્દુ પરિષદના દિલ્હી પ્રેસિડેન્ટ સુરેન્દ્રકુમાર ગુપ્તાએ દિલ્હીના પોલીસ કમિશનરને આ પત્ર લખ્યો હતો.

આ લેટરમાં લખ્યું હતું કે મુનાવ્વર ફારુકી નામનો એક કલાકાર દિલ્હીના સિવિક સેન્ટરમાં કેદારનાથ સ્ટેડિયમમાં ૨૮ ઓગસ્ટના રોજ એક શો આયોજિત કરી રહ્યો છે. આ વ્યક્તિ પોતાના શોમાં હિન્દુ દેવી દેવતાઓની મજાક ઉડાવે છે, જેના કારણે હાલમાં જ ભાગ્યનગરમાં સાંપ્રદાયિક તણાવ ભડકી ગયો હતો. મારી તમને વિનંતી છે કે આ શોને તરત રદ કરો. નહીં તો વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો આ શોનો વિરોધ કરશે અને પ્રદર્શન કરશે. ૨૦૨૧માં મુનાવ્વર ફારુકીને પોતાના શોમાં એક જોકના કારણે ધરપકડ કરાયો હતો.

ત્યારબાદ તેણે એક મહિના જેટલો સમય જેલમાં પસાર કર્યો હતો. ત્યારથી કોમેડિયનના શો કાયદા અને પ્રશાસન માટે પડકાર બની રહ્યા છે. ગત અઠવાડિયે મુનાલ્વર ફારુકીનો બેંગ્લુરુમાં ધનારો શો રદ થયો હતો. જો કે કોમેડિયને કહ્યું હતું કે આ તેમની હેલ્થ સમસ્યાને કારણે થયું છે. પરંતુ બેંગ્લુરુનો શો રદ થયાના બીજા દિવસે તેઓ હૈદરાબાદમાં ભારે સુરક્ષા વચ્ચે પરફોર્મ કરતા જોવા મળ્યા હતા. ૨૦ ઓગસ્ટના રોજ હૈદરાબાદમાં મુનાવ્વર ફારુકીનો શો થયો હતો. આ અગાઉ પહેલા તેલંગાણા ભાજપના લીડર ટી રાજાએ ધમકી આપતા કહ્યું હતું કે જો મુનાવ્વર ફારુકીને હૈદરાબાદમાં શો કરવાની મંજૂરી મળી તો તેઓ શોનું વેન્યુ બાળી નાખશે.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *