National: સોનાલી ફોગાટ કેસમા ક્લબ માલિક અને ડ્રગપેડલરની ધરપકડ કરી લેવાઈ

સોનાલી ફોગાટ મર્ડર કેસમાં પોલીસની આક્રમક કાર્યવાહી
સોનાલી ફોટાગ મર્ડર કેસમાં ગોવા પોલીસે અંજુનામાં આવેલા શૈક કર્લિસ ક્લબના માલિક એડવિન ન્યૂન્સ અને ડ્રગ પેડલર દત્તાપ્રસાદ ગાંવકરની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ મામલે ચાર લોકો વિરુદ્ધ અલગથી નાર્કોટિક્સનો કેસ પણ કરવામાં આવ્યો છે. અગાઉ પોલીસે આ મામલામાં સુધીર સાગવાન અને સુખવીન્દર સિંહની ધરપકડ કરી હતી. સોનાલીનું મોત થયું ત્યારે બંને તેની સાથે જ હતા. આ બંને આરોપીના ૧૦ દિવસના પોલીસ રિમાન્ડ મેળવીને હાલ તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે.
મૂળ હરિયાણાની ફેમસ ટિકટોક સ્ટાર અને ભાજપની નેતા સોનાલી ફોગાટનું ગોવામાં સંદિગ્ધ અવસ્થામાં મોત થયું હતું. શરુઆતમાં તેને હાર્ટ અટેક આવ્યો હોવાની વાતો વહેતી કરાઈ હતી. જોકે, તેના પરિવારજનોએ તેનું મર્ડર કરાયું હોવાનો આક્ષેપ કર્યો હતો. વળી. તેનાપીએમ રિપોર્ટમાં પણ તેના શરીર પર ધારદાર હથિયારથી થયેલી ઈજાનો ઉલ્લેખ કરાયો હતો. સોનાલીનો એક વિડીયો પણ બે દિવસ પહેલા બહાર આવ્યો હતો જેમાં તે અર્ધબેભાન હાલતમાં દેખાઈ રહી હતી અને બે લોકો તેને સહારો આપીને લઈ જઈ રહ્યા હતા. ગોવા પોલીસના જણાવ્યા અનુસાર, તપાસ દરમિયાન સામે આવેલી કેટલીક બાબતોને ધ્યાનમાં લેતા કર્લિસમાં પણ સર્ચ કરવામાં આવ્યું હતું, જ્યાંના ટોઈલેટમાં નાર્કોટિક્સની હાજરી મળી આવી છે. આ જ જગ્યાને સાંગવાને રાખી હતી અને તેણે ડ્રગ્સ ગાંવકર પાસેથી ખરીદ્યું હતું. પોલીસે આ પબનો પહેલો માળ સીલ કરી દીધો છે.