સુરત મહાનગરપાલિકાની વિવિધ સુવિધાઓનું મોનીટરીંગ એકજ સ્થળેથી: 2600 કેમેરાથી શહેરભરમાં નજર

0

સુરત પાલિકાની વિવિધ સુવિધાઓનું મોનીટરીંગ એક જ સ્થળેથી કરવામાં આવશે.આગ, રેલ, વાવાઝુડું, ધરતીકંપ વિગેરે જેવી કુદરતી આફતો દરમિયાન ઈમરજન્સી સેવાઓને મોનીટર કરી પરિસ્થિતિને પહોચી વળવા સુરત મનપા દ્વારા શરૂ થયું છે કમાન્ડ સેન્ટર,સુરત મનપા ICCCના 2600 કેમેરાથી શહેરમાં વોચ રાખવામાં આવે છે જેના થકી 7 મહિનામાં 8 હજારથી વધુ ફરિયાદનો નિકાલ કરાયો છે.

સ્માર્ટસીટી મિશન અંતર્ગત પબ્લિક ટ્રાન્સપોર્ટ સર્વિસીસ જેવી કે બીઆરટીએસ, સિટીબસ, ટ્રાફિક જંકશન મોનીટરીંગ વિગેરે, મહાનગરપાલિકાની અન્ય વિવિધ સેવાઓ જેવી કે પ્રોપર્ટી ટેક્સ, કમ્પ્લેઇન મેનેજમેન્ટ સીસ્ટમ, VBDC (વેક્ટર બોર્ન ડીઝીઝ કંટ્રોલ સીસ્ટમ), ITMS (Intelligent Transit Management System), RFID તથા GPS બેઇઝ્ડ ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન સીસ્ટમ, વોટર સપ્લાય, ડ્રેનેજ, સ્ટ્રીટ લાઈટ, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિગેરે જેવી સેવાઓનું થશે મોનીટરીંગ કમાન્ડ સેન્ટર થી કરવામાં આવશે.

કમાન્ડ સેન્ટર થી સમાવિષ્ટ વિભાગો

૧. ફાયર એન્ડ ઈમરજન્સી કંટ્રોલ રૂમ

૨. મહાનગરપાલિકાની હેલ્પલાઇન / કોલ સેન્ટર 

૩. સુરત મહાનગરપાલિકાની વિવિધ IT ને લગતી જરૂરીઆત માટેનું જરૂરી ડેટા સેન્ટર

૫. પ્રેસ એન્ડ મીડિયા બ્રીફિંગ રૂમ

૬. એક્ઝીક્યુટીવ મીટીંગ રૂમ

૭. ટ્રાન્સપોર્ટ અને મોબિલિટી કમાંડ એન્ડ કંટ્રોલ રૂમ

૮. મહાનગરપાલિકાની અન્ય સેવાઓ માટેનો કમાંડ એન્ડ કંટ્રોલ રૂમ

સમગ્ર દેશમાં સૌથી મોટા કમાંડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં સમાવિષ્ટ હશે અને મલ્ટી ડીપાર્ટમેન્ટ સંકલન કરતુ આ એક વિશષ્ટ સેન્ટર.. પ્રત્યેક સીસ્ટમમાં સીસ્ટમના અગત્યના પેરામીટર્સનું મોનીટરીંગ કરવાની જોગવાઈ ,જો પેરામીટર્સના રીડીંગમાં ક્ષતિ જણાયે સીસ્ટમ જેતે સીસ્ટમ સાથે સંકળાયેલા અધિકારી/કર્મચારીને SMS તથા ઈમેઈલ મારફત જાણ કરશે. વધુમાં આ ક્ષતિ GIS મેપ ઉપર એક અલર્ટ તરીકે દર્શાવવામાં આવશે.આ અલર્ટ કમાંડ સેન્ટર ઓપરેટર જોઈ શકશે અને અલર્ટની ગંભીરતા મુજબ જેતે અધિકારી કે કર્મચારીને જરૂરી પગલા લેવા માટે જાણ કરવામાં આવશે.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *