સુરત જિલ્લા સેવા સદનના સરકારી જિલ્લા ગ્રંથાલય ખાતે ‘સ્માર્ટ લાઈબ્રેરી’નું લોકાર્પણ

0

લાઈબ્રેરીમાં વિશેષ ઓડિયો વિઝયુઅલ સેન્ટર ઉભું કરાયું: સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવાધન માટે ઉપયોગી બનશે

રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તેમજ ગ્રંથાલય વિભાગ દ્વારા આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત જિલ્લા સેવાસદન-૨, બ્લોક-એ, ગ્રાઉન્ડ ફ્લોર સ્થિત સરકારી જિલ્લા ગ્રંથાલય ખાતે જિલ્લા કલેક્ટરશ્રી આયુષ ઓકના હસ્તે ‘સ્માર્ટ લાયબ્રેરી’નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સાથોસાથ અહીં પુસ્તકપ્રેમીઓ માટે આઝાદીને લગતા મહત્વના પુસ્તકોનું પ્રદર્શન પણ યોજાયું હતું

સુરત કલેકટર કચેરી ખાતે આગવી પહેલ સમાન ‘સ્માર્ટ લાઈબ્રેરી’ ખૂલ્લી મુકાવાથી સરકારી નોકરી માટે વિવિધ ભરતી પરીક્ષાઓની તૈયારી કરતા યુવાઓ સ્માર્ટ મહેનત કરી શકશે. તેઓ સાંપ્રત સમયમાં દેશ-દુનિયામાં ચાલી રહેલી ગતિવિધિઓથી પણ વાકેફ થશે. સ્માર્ટ લાઈબ્રેરીમાં ૪૧ હજારથી વધુ પુસ્તકોનો સંગ્રહ છે, જે પુસ્તક પ્રેમીઓ માટે વાંચનના ખજાના સમાન નીવડશે. સ્માર્ટ લાઈબ્રેરીમાં ૧૦૦ યુવાઓ બેસીને વાંચન કરી શકે તેવી સુવિધાઓ ઉપલબ્ધ કરવાંમાં આવી છે. સાથે દૈનિક/સામયિક વિભાગ, વાઈ-ફાઈ અને કોમ્પ્યુટરની સુવિધા સાથે આ લાઈબ્રેરી સજ્જ છે.

સ્માર્ટ લાઈબ્રેરી’માં ઓડિયો વિઝયુઅલ સેન્ટર: સ્પર્ધાત્મક પરીક્ષાઓના વિડીયોઝ નિહાળી શકાશે

આ લાઈબ્રેરીમાં વિશેષ ઓડિયો વિઝયુઅલ સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે, જેમાં લાઈબ્રેરીમાં વાંચન માટે આવતા યુવાનો જી.પી.એસ.સી./યુ.પી.એસ.સી. ની પરીક્ષા સંબંધિત વિડિયોઝ એક સાથે ૨૫-૩૦ યુવાનો ડિજીટલ સ્ક્રીન પર નિહાળી શકશે. આગામી દિવસોમાં ઓડિયો વિઝયુઅલ સેન્ટરમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરનાર વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન ક્લાસીસની પણ વ્યવસ્થા કરાશે.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *