ઇમેજીન સુરતની પોઝીટીવ ઈમ્પેક્ટ: ગરમીમાં પંખીઓ માટે કુંડાનું વિતરણ કરતા કિન્નરો માટે અગ્રણીઓએ લંબાવ્યો મદદનો હાથ

0

સુરત શહેરમાં કિન્નરોના સમૂહ દ્વારા ગરમીમાં પશુઓને રક્ષણ મળે તે માટે ઘરે ઘરે જઈ પાણીના કુંડાઓનું વિતરણ કરવામાં આવી રહ્યુ છે.તેમના આ સેવાકીય કાર્યને ઇમેજીન સુરત દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું હતું. અને હર હંમેશ પોઝિટિવ ન્યુઝ લોકો સુધી પહોંચાડવાની ઈમેજીન સુરતની મહેનત રંગ લાવી હતી.ઈમેજીનના માધ્યમ થી આ વિડીયો જોયા બાદ યુથ ફોર ગુજરાત ચેરીટેબલ ટ્રસ્ટના પ્રેસિડન્ટ જીજ્ઞેશ પાટીલએ આગળ આવી કિન્નર સમાજ માટે મદદનો હાથ લંબાવ્યો હતો.

 

આ અંગે ઈમેજીન સુરત સાથે વાત કરતા યુથ ફોર ગુજરાત ચેરીટેબલ ટ્રસ્ટના પ્રેસિડન્ટ જીજ્ઞેશ પાટીલએ ગરમીમાં પક્ષીઓ માટે કુંડાનું વિતરણ કરતા કિન્નરોના પ્રયાસને આવકાર્યો હતો. અને કિન્નરોની આ પહેલને બિરદાવી આ સેવાકાર્યમાં બનતી તમામ મદદ કરવાની બતાવી તૈયારી બતાવી હતી.સાથે જ તેઓએ ઈમેજીન સુરત દ્વારા અન્ય ખબરોથી અલગ પોઝેટીવ ન્યુઝ લોકો સુધી પહોંચાડવામાં આવતા ઈમેજીન સુરતના વખાણ કર્યા હતા.

ઈમેજીન સુરતના માધ્યમથી કિન્નરોનીના આ સેવા લોકો સુધી પહોચાડવામાં આવતા અને તેની નોંધ લઈ કિન્નર સમાજ માટે સ્થાનિક આગેવાનએ આગળ આવી મદદ કરતા નવોદય ટ્રસ્ટના સભ્ય નૂરી કુંવરે ઈમેજીન સુરતનો આભાર વ્યક્ત કરતા જણાવ્યુ હતું કે ઈમેજીન સુરતના માધ્યમથી અમે આ સેવા વધુ લોકો સુધી પહોંચાડવામાં સફળ થયા છે. અને સાથેજ યુથ ફોર ગુજરાત ચેરીટેબલ ટ્રસ્ટના પ્રેસિડન્ટ જીજ્ઞેશ પાટીલએ અમારા કાર્યની નોંધ લઈ તેઓ કોઇપણ ભેદભાવ વગર એમણે મળ્યા હતા. અને અમારા થકી કરવામાં આવેલા આ કાર્યોના વખાણ કર્યા હતા.એટલું જ નહિ પણ આગળ વધુસારી રીતે કામ કરી શકીએ તે માટે પણ જીજ્ઞેશ પાટીલે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.અને અમારા ટ્રસ્ટ દ્વારા મૂંગા પશુઓ માટે શરૂ કરવામાં આવેલી આ મુહિમ બાદ તેઓએ આ પ્રયાસને આવકારી નાણાકીય સહાય પણ કરી હતી.

 

ઉલ્લેખનીય છે કે નવોદય ટ્રસ્ટ થકી વિધવા, બાળકો અને જીવ દયાને લગતા સામાજિક કાર્યો કરતા કિન્નરોનો સમૂહ ગરમીથી મૂંગા પશુ પક્ષીને રક્ષણ મળે તે માટે માટીના કુંડા ઘરે ઘરે જઈ વિતરણ કરવાનું નક્કી કર્યું છે અને લોકોને પણ વિનંતી કરી કે તેઓ આ માટીના કુંડામાં પાણી ભરી ટેરેસ અથવા તો ઘરની બહાર રાખે જેથી કરીને અબોલ પશુ પક્ષી તેમાંથી પાણી પી શકે, માટીના કુંડાઓનું વિતરણ કરતા કિન્નરોનું માનવું છે કે અત્યાર સુધી તેઓએ લોકો પાસેથી લેતા આવ્યા છે. પરંતુ હવે સમાજને કંઈક આપી શકીએ તેવી ભાવના સાથે તેઓએ આ અનોખી પહેલ શરૂ કરી છે અને લોકોને પણ આ પ્રકારની સેવા કરવા માટેનો સંદેશો આપ્યો છે.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *