અલથાણ વિસ્તારમાં આવેલ કેશવ હાઇટ્સમાં ભીષણ આગ: લોકોના જીવ તાળવે ચોંટયા

0

સુરતના અલથાણ કેનાલ રોડ એટલાન્ટા મોલની પાછળ આવેલ કેશવ હાઇટ્સના એક ફ્લેટમાં અચાનક આગ લાગતા નાસભાગ મચી જવા પામી હતી. આ એટલી વિકરાળ હતી કે તેની ઝપેટમાં અન્ય બે માળ પણ આવી ગયા હતા આગને કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ ફલાયો છે. અને ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયરના કાફલો ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાના પ્રયાસ શરૂ કર્યા છે.

 

અલથાણ કેનાલ રોડ પર આવેલ કેશવ હાઈટ્સમાં બીજા માળે અચાનક આગ લાગતા અફરાત તરફી મચી ગઈ હતી. જોત જોતામાં આ આગેની ઝપેટમાં ત્રીજો અને ચોથો માળ પણ આવી ગયો હતો અને આગ આ ત્રણે ફ્લેટમાં પસરી જતા અન્ય ફ્લેટમાં રહેતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. આગ એટલે વિકરાળ હતી કે તેના ધુમાડા દૂર દૂર સુધી દેખાઈ રહ્યા હતા જેને પગલે આસપાસની સોસાયટીના લોકો પણ એકઠા થઈ ગયા હતા.

 

કેશવ હાઈટમાં લાગેલી આગને કારણે સ્થાનિકો દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી જેથી વેસુ, મજૂરા , અડાજણ માનદરવાજા નવસારી બજાર,અને પાલનપુર જકાતનાકાની ફાયરની 11 ગાડીઓ સહિત ફાયર જવાનો સ્થળ પર દોડી ગયા છે અને આગ પર કાબુ મેળવવામાં પ્રયાસ હાથ ધર્યા છે. હાલ આગ હજી ચાલુ હોય આ આ કયા કારણોસર લાગી તે વિશે ચોક્કસ માહિતી હજી પ્રાપ્ત થઈ શકી નથી.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *